Power Play 1475 : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિંટ એન્ડ રન કાયદાના વિરોધમાં દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર ઉતર્યા હતા. તેમનું કહેવું છે કે આ કાયદો ખોટો છે અને તેને પાછો ખેંચવો જોઈએ. આ માંગ સાથે ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો રસ્તાઓ પર પાર્ક કરી હતી અને મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા, યુપી સહિત અનેક જગ્યાએ રસ્તા બ્લોક કરી દીધા હતા. કેન્દ્ર સરકારે ગુનાને લઈને નવો કાયદો બનાવ્યો છે, જે અંતર્ગત જો કોઈ ટ્રક અથવા ડમ્પર ચાલક કોઈની ઉપર ચડીને ભાગી જાય તો તેને 10 વર્ષની જેલ થઈ શકે છે. આ સિવાય 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. ત્યારે પટ્રોલ પંપ ઉપર પણ વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે.
કાર્યક્રમ- Power Play 1475
વિષય- ટ્રકના પૈડા થંભી ગયા , કાયદાનો વિરોધ
નવા કાયદામાં વધુ સજા-દંડ સામે વિરોધ
નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ડ્રાઈવરો
નવા કાયદાથી ટ્રક સંચાલકોને નુકશાન ?
હડતાળને કારણે ફળો- શાકભાજી થયાં મોંઘાં
દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો હડતાળ પર
ટ્રક ચાલકોએ પોતાની ટ્રકો રસ્તાઓ પર પાર્ક કરી
કેન્દ્ર સરકારે બનાવ્યો છે નવો કાયદો
દેશમાં અકસ્માત તપાસ પ્રોટોકોલનો અભાવ:સંચાલકો
તપાસ કર્યા વિના ડ્રાઇવરની ભૂલ માને છે લોકો:સંચાલકો
અર્થવ્યવસ્થામાં સૌથી મોટો ફાળો ટ્રાન્સપોર્ટ સેક્ટરનો
Power Play 1475 | ટ્રકના પૈડા થંભી ગયા , કાયદાનો વિરોધ | VR LIVE
તમે આ પણ વાંચી શકો છો
ભરૂચ : બે-બે સંતાનોનો પિતા રેન બસેરામાં વસવાટ કરવા કેમ બન્યો મજબૂર ?