Power Play 1464 | ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ | VR LIVE

0
84
Power Play 1464 | ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ
Power Play 1464 | ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ

Power Play 1464 : રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. હુમલાને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. રખડતા ઢોરની સમસ્યા એટલી બધી વધી ગઈ હતી કે હાઈકોર્ટે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી. હાઈકોર્ટની અનેક ફટકાર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારથી આ કામગીરી શરૂ છે ત્યારથી માલધારીઓ અને ઢોર પકડવા જતી ટીમ વચ્ચે ઘર્ષણ થતું. તે બાદ અનેક વીડિયો સામે આવ્યા જેમાં ગાયોના મૃતદેહો મળી આવ્યા. માલધારીઓમાં આને લઈ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. માલધારીઓએ આંદોલન છેડ્યું છે

Power Play 1464 | ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ | VR LIVE

Power Play 1464 : એક તરફ ખરાબ રોડ રસ્તાને કારણે વાહનચાલકો પરેશાન છે તો બીજી તરફ રખડતા ઢોરને કારણે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. રખડતા ઢોરના વધતા કેસને જોતા ગુજરાત હાઈકોર્ટ એક્ટિવ મોડમાં આવી ગઈ. ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે કડક પગલા લેવા આદેશ કરવામાં આવ્યો. આ બધા વચ્ચે ટીમ જ્યારે રખડતા ઢોરને પકડવા જતી ત્યારે માલધઆરીઓ તેમજ મનપાની ટીમ વચ્ચે ઘર્ષણ થતું. ઢોરવાસમાં રાખેલા પશુઓની સરખી સારસંભાળ નથી રાખવામાં આવતી તેવા આક્ષેપો અનેક વખત કરવામાં આવ્યા, એવા અનેક વીડિયો સામે આવ્યા જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા.

Power Play 1464 | ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ | VR LIVE

Power Play 1464 : માલધારી સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ઢોરવાસ બહાર માલધારીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેવા દ્રશ્યો અનેક વખત સામે  આવ્યા છે. માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગાયોની પરિસ્થિતિને જોતા માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પશુપાલકો રાજ્યમાં જબરદસ્ત આંદોલન કરશે

સમગ્ર ઘટના મામલે vrliveનો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ  Power Play 1464 | ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ | VR LIVE

  Power Play 1464 | ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ | VR LIVE

વિષય- ગાયોના અપમૃત્યુ ,પશુપાલકોમાં આક્રોશ

પશુપાલકો કરી રહ્યા છે આંદોલન

ઢોરવાડામાં સબ સલામતના દાવાઓ

પરિસ્થિતિ જુદી છે તેવો પશુપાલકોનો આક્ષેપ

પશુઓ પર નિયંત્રણ ,પણ માણસ પર ક્યારે ?

પશુપાલકોએ કર્યું થાળી વગાડી વિરોધ પ્રદર્શન

તંત્રે કરી નહતી પુરતી વ્યવસ્થા : પશુપલકો

ગોચર કોણ ખાઈ ગયું ? પૂછે છે પશુપાલકો

તમે આ પણ વાંચી શકો છો

cyber crime city : આ શહેર બન્યું સાયબર ક્રાઈમ સીટી. તમારું શહેર આ લીસ્ટમાં છે ?