Power Play 1463 | વારંવાર વિપક્ષ સસ્પેન્ડ ! | VR LIVE

0
178
92 MPs
92 MPs

Capture 12

Power Play 1463 :  લોકસભા બાદ રાજ્યસભામાં આજે 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બધા સાંસદોને લોકસભામાં થયેલી સુરક્ષા ચૂકને લઈને હંગામો કરવા પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા આજે લોકસભામાં 33 સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાછલા સપ્તાહે પણ 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ રીતે શિયાળુ સત્રમાં અત્યાર સુધી કુલ 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજે (18 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો 11મો દિવસ છે. સંસદના બંને ગૃહમાંથી આજે 78 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા. વાસ્તવમાં સંસદમાં સુરક્ષા ચૂકને લઈને સતત ચોથા દિવસે લોકસભામાં હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ હોબાળો કરનારા લોકસભાના 33 અને રાજ્યસભાના 45 સાંસદને સસ્પેન્ડ કરી દીધા. આમાં નેતા અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના 11 સાંસદ, તૃણમૂલ કોંગ્રેસના 9, ડીએમકેના 9 અને અન્ય પક્ષોના 4 સાંસદ સામેલ છે.

 આ પહેલાં 14 ડિસેમ્બરે 13 સાંસદને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ​​ગૃહમાં કાર્યવાહી શરૂ થતાં જ 15 મિનિટનું ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટના પર રાજનીતિ થઈ રહી છે. હંગામો વધતાં ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. બાદમાં બપોરે 2 વાગ્યા સુધી અને પછી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. સાંસદોના સસ્પેન્શનને પગલે ગૃહની કાર્યવાહી આવતીકાલ (મંગળવાર) સુધી સ્થગિત કરવામાં આવી હતી.

Power Play 1463 | વારંવાર વિપક્ષ સસ્પેન્ડ !

સમગ્ર ઘટના મામલે vr live નો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ Power Play 1463 | વારંવાર વિપક્ષ સસ્પેન્ડ ! | VR LIVE

Power Play 1463 | વારંવાર વિપક્ષ સસ્પેન્ડ ! | VR LIVE

વારંવાર વિપક્ષ સસ્પેન્ડ !

વિપક્ષના સાંસદ સસ્પેન્ડ

શું આજ લોકશાહી છે ? : વિપક્ષ

લોકસભા અને રાજ્યસભાના સાંસદ સસ્પેન્ડ

78 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

ગૃહની કાર્યવાહીમાં ખલેલ પહોચાડ્યો : સત્તા પક્ષ

વિપક્ષનો અવાજ રૂંધવાનું કામ : વિપક્ષ

રાજ્યસભાના 45 વિપક્ષના સાંસદ સસ્પેન્ડ

લોકસભાના 34 વિપક્ષના સાંસદ સસ્પેન્ડ

અમે જનતાનો અવાજ છીએ : વિપક્ષ

તમે આ પણ વાંચી શકો છો

92 MPs :  સંસદમાં અત્યાર સુધી 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા