Power Play 1459 | સંસદ પણ હવે સુરક્ષિત નથી | VR LIVE

0
321
Power Play 1459
Power Play 1459

Power Play 1459 સંસદ ભવનમાં એક મોટી ચૂકની ઘટના સામે આવી છે, જેમાં બે વ્યક્તિ લોકસભાની ચાલુ કાર્યવાહીમાં અંદર ઘૂસી ગયા હતા. આ બંને દર્શક ગેલેરીમાંથી નીચે કૂદ્યા હતા, જ્યાં સદનની ચર્ચા ચાલી રહી હતી અને તે બંને એક બેન્ચ પરથી બીજા બેન્ચ પર ભાગી રહ્યા હતા. સંસદ ભવનમાં અફરાતફરી મચી ગઈ હતી. સૌથી મોટી ચૂક એ હતી કે, આ બંનેના હાથમાં ટિયર ગેસ સ્પ્રે હતા. સાંસદોએ આ બંનેને પકડી લીધા હતા અને સુરક્ષાકર્મીઓને સોંપી દીધા હતા.તેમના પગમાંથી આ ધૂમાડો નીકળી રહ્યો હતો. આ સિવાય સંસદભવન બહારથી પણ બે લોકો પકડાયા છે, જેમના હાથમાં સ્મોક સ્ટીક હતી, જેમાંથી ધૂમાડો નીકળી રહ્યો હતો.  નોંધનીય બાબત એ છે કે  13 ડિસેમ્બર, 2001માં સંસદ પર હુમલો થયો હતો. ફરી 22 વર્ષ પછી એવી જ ઘટનાનું પુનરાવર્તન થતાં રહી ગયુ છે.

ત્યારે આજે બનેલી આ ઘટના પર vr LIVE નો પ્રાઈમ ટાઇમ કાર્યક્રમ  Power Play 1459  “સંસદ પણ હવે સુરક્ષિત નથી”

પાવર પ્લે

વિષય–સંસદ પણ હવે સુરક્ષિત નથી

ભારતની સંસદની સુરક્ષામાં મોટી ચૂક

તાનાશાહી બંધ કરોના નારા લાગ્યા સંસદ ભવનમાં

મણિપુરમાં અત્યાચાર બંધ કારોના નારા લાગ્યા મહિલાઓ પર અત્યાચાર બંધ કરોના નારા

લોકસભાની કાર્યવાહી દરમિયાન કૂદ્યા બે યુવાનો

સાંસદોમાં ફેલાયો ખૌફ 

સાંસદોએ દોડીને ઝડપ્યા  યુવકોને

સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક 

લોકસભામાં ચાલુ કાર્યવાહી ધસી આવ્યો શખ્સ 

આજે જ છે સંસદ ભવન પર હુમલાની વરસી 

યુવક પોતાના જૂતામાં લઈને ઘુસ્યો ગેસ સ્પ્રેની બોટલ

તમે આ પણ વાંચી શકો છો

ParliamentAttack : કોણ છે નીલમ ? જે સંસદ બહારથી પકડવામાં આવી છે  ?