કાશ્મીર (POK)માં મિસાઇલ હુમલો કરી લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકી સ્થળોનો નાશ #India #indiapakistanwar #POK #ForPakistan #pakistan #lakshar-e-taiba – પહલગામમાં આતંકી હુમલાના 14 દિવસ પછી ભારતીય સેનાએ મંગળવારે મોડી રાતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (POK)માં મિસાઇલ હુમલો કરી લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકી સ્થળોનો નાશ કરી દીધો છે.
સૈન્ય કાર્યવાહી પછી બુધવારે ભારતમાં 200થી વધુ ફ્લાઇટ્સ રદ
ભારતની આ સૈન્ય કાર્યવાહી પછી બુધવારે ભારતમાં 200થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને શ્રીનગર, લેહ, અમૃતસર અને ચંદીગઢ સહિત ઓછામાં ઓછા 18 એરપોર્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સેન્યે નવ આતંકવાદી કેન્દ્રોને નિશાન
પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય સેન્યે નવ આતંકવાદી કેન્દ્રોને નિશાન બનાવ્યા પછી પાકિસ્તાન તરફથી વળતા હુમલાની આશંકાથી એરપોર્ટ બંધ કરાયા છે. ભારતના હુમલાના પગલે હવાઈ ટ્રાફિક પર તાત્કાલિક અને વ્યાપક અસર થઈ હતી. સુરક્ષા નિયંત્રણો વધારવા વચ્ચે જમ્મુ, પઠાણકોટ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાલા અને જામનગર સહિત ઉત્તર અને પશ્ચિમી એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી સ્થગિત કરાઈ હતી.
લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકી સ્થળોનો નાશ – આવતી અને જતી ફ્લાઈટ્સની સેવાઓ
એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર જેવી સ્થાનિક એરલાઈન્સ અને અનેક વિદેશી કેરિયર્સે અસરગ્રસ્ત વિસ્તારોમાં આવતી અને જતી ફ્લાઈટ્સની સેવાઓ બંધ કરી દીધી હતી. એકલી ઇન્ડિગોએ જ લગભગ 160 ફ્લાઇટ્સ રદ કરી, જ્યારે એક સૂત્રએ જણાવ્યું કે ભારતના સૌથી વ્યસ્ત એરપોર્ટ દિલ્હીમાં મધ્યરાત્રિથી સવારની વચ્ચે 35 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 23 સ્થાનિક પ્રસ્થાન, આઠ આગમન અને ચાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
અમેરિકન એરલાઇન્સ અને અન્ય વૈશ્વિક કેરિયર્સે પણ અસ્થાયી રૂપે તેમની સેવાઓ રદ કરી છે.






Table of Contents
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે