PM Modi Visit Assam: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ આસામના પ્રવાસે છે. આજે તેઓ પોતાના પ્રવાસના બીજા દિવસે વહેલી સવારે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા. જ્યાં તેમને હાથી પર બેસીને કરી જંગલ સફારી કરી છે.
01/05 | PM Modi Visit Assam


પીએમ મોદીની કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાતને્ લઈને એક અધિકારીએ જણાવ્યું કે, પીએમ મોદી શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ પહોંચ્યા. અહીંયા તેમને હાથી અને જીપની સવારી કરી. પીએમ મોદી પાર્કના સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ ક્ષેત્રમાં હાથીની સવારી કરી.
02/05 | PM Modi Visit Assam


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (9 માર્ચ) સવારે કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. અહીં તેણે જંગલ સફારીની મજા માણી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પ્રાણીઓની તસવીરો પણ ક્લિક કરી હતી.
03/05 | PM Modi Visit Assam


પીએમ મોદી શુક્રવારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલ અને રાજ્યના કૃષિ પ્રધાન અતુલ બોરા અને અન્ય સાથે હેલિકોપ્ટર દ્વારા કાઝીરંગા પહોંચ્યા હતા.
04/05 | PM Modi Visit Assam


કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચેલા પીએમ મોદી હાથી પર સવારી કરતા જોવા મળ્યા હતા. વડાપ્રધાને સૌથી પહેલા કાઝીરંગા નેશનલ પાર્કમાં જીપ સફારી લીધી. તે અહીં ટહેલતા વાઘની તસવીરો ક્લિક કરતો પણ જોવા મળ્યા હતા.
05/05 | PM Modi Visit Assam


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નેશનલ પાર્કના ડાયરેક્ટર સોનાલી ઘોષ અને વન વિભાગના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. બધા લોકો હાથીઓ પર બેસીને કોહોરા રેન્જમાં પ્રાણીઓને જોતા જોવા મળ્યા હતા
નોંધનીય છે કે કાઝીરંગા નેશનલ પાર્ક તેના એક શિંગડાવાળા ગેંડા માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેમને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. આ સિવાય અહીં હાથી, ભેંસ, હરણ અને વાઘ જોવાની તક મળે છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો