ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગની યાદીમાં PM મોદી ટોચના ક્રમે

0
164

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક લેવલની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારે થઈ રહ્યો છે. ત્યારે ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં 21 વિશ્વના નેતાઓને પાછળ છોડીને  PM મોદીટોચના સ્થાન પર પહોંચ્યા છે. મોર્નિંગ કન્સલ્ટ તરફથી જાહેર કરાયેલી ગ્લોબલ લીડર એપ્રૂવલ લિસ્ટમાં પીએમ મોદીને 76 ટકા એપ્રૂવલ રેટિંગ મળ્યું છે. જ્યારે 61 ટકા એપ્રૂવલ રેટિંગ સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રેડોર આ યાદીમાં બીજા ક્રમે છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ગ્લોબલ લીડર એપ્રૂવલ રેટિંગની યાદીમાં છઠ્ઠાં ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ ત્રીજા ક્રમે છે .. જ્યારે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને 39 ટકા એપ્રૂવલ રેટિંગ સાથે સાતમા અને 10માં ક્રમે બ્રિટનના પીએમ ઋષિ સુનક છે. ઋષિ સુનકનું ગ્લોબલ રેટિંગ 34 ટકા છે.