PM Modi to Ministers: LPG સંકટ પર PM મોદી એક્શન મોડમાં: મંત્રીઓને અફવા ફેલાવનારાઓ પર કડક નજર રાખવા આદેશ, કહ્યું- ‘જનતામાં ડર પેદા કરનારા તત્વોને રોકો’

0
124

PM Modi to Ministers: વિશ્વભરમાં સર્જાયેલા ઈંધણ સંકટ અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપની અસરો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને મહત્વની ટકોર કરી છે. પીએમ મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે LPG પુરવઠા અંગે જનતામાં ગભરાટ ફેલાવતા તત્વો અને અફવાખોરો સામે સરકારે આક્રમક વલણ અપનાવવું પડશે.

PM Modi to Ministers: PM મોદીની મંત્રીઓને મુખ્ય સૂચનાઓ:

  • અફવાઓનો જડબાતોડ જવાબ: સોશિયલ મીડિયા પર વિપક્ષ કે અન્ય તત્વો દ્વારા કરવામાં આવતા ખોટા પ્રોપેગેન્ડાનો આત્મવિશ્વાસ સાથે સામનો કરવો અને સાચી માહિતી જનતા સુધી પહોંચાડવી.
  • કડક મોનિટરિંગ: જે તત્વો પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી સામાન્ય જનતામાં ભય પેદા કરી રહ્યા છે, તેમની હિલચાલ પર બારીકાઈથી નજર રાખવી.
  • આક્રમક પ્રચાર: સરકારની મજબૂત તૈયારીઓ અને પુરવઠાની સાંકળ જાળવવાના પ્રયાસો વિશે જનતાને સચોટ માહિતી આપવી.

PM Modi to Ministers: ‘ભારતની તૈયારીઓ મજબૂત છે’

PM Modi to Ministers

વડાપ્રધાને ખાતરી આપી હતી કે વર્તમાન ભૌગોલિક-રાજકીય (Geopolitical) સ્થિતિને કારણે આખી દુનિયા મુશ્કેલીમાં છે, પરંતુ ભારતની સ્થિતિ સુરક્ષિત છે. સરકાર પાસે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે મંત્રીઓને સીધો સંદેશ આપ્યો કે, “આપણે કોઈપણ અવરોધને સંભાળવા સજ્જ છીએ, માત્ર સાચી જાણકારી દ્વારા જ અફવાઓને રોકી શકાય છે.”

જનતામાં વિશ્વાસ જગાવવા પર ભાર

બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે કેબિનેટ મંત્રીઓએ પોતે આગળ આવીને જનતાને વિશ્વાસ અપાવવો જોઈએ કે પુરવઠો ખોરવાશે નહીં. સંગ્રહખોરી અને પેનિક બુકિંગ અટકાવવા માટે મંત્રાલયોએ સતર્ક રહેવું જરૂરી છે.

આ પણ વાંચો :જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ: સુરક્ષાકર્મીઓએ હવામાં હાથ ફગાવતા જીવ બચ્યો,