Ram Lalla old pledge : 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામ લલ્લાના અભિષેક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દાયકા જૂની પ્રતિજ્ઞા પણ પૂર્ણ થશે. આ દિવસે આંખની પટ્ટી હટાવ્યા બાદ મોદી નવા મંદિરમાં મુખ્ય યજમાન તરીકે રામ લલ્લાના પ્રથમ દર્શન કરશે.
વડાપ્રધાન મોદીની 1992માં રામ લલ્લાના દર્શન કર્યા બાદ લીધેલી ત્રણ દાયકા જૂની પ્રતિજ્ઞા પૂર્ણ થશે…
આ સાથે, 14 જાન્યુઆરી, 1992 ના રોજ તેમના જન્મસ્થળ પર રામ લલ્લા (Ram Lalla) ની સામે લીધેલ તેમની ભાવનાત્મક પ્રતિજ્ઞા સાકાર થશે. 11 ડિસેમ્બર 1991ના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી ભાજપની એકતા યાત્રા 14 જાન્યુઆરી 1992ના રોજ અયોધ્યા પહોંચી હતી.
આ યાત્રામાં પૂર્વ RSS પ્રચારક અને ગુજરાત ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદી પણ મુરલી મનોહર જોશી સાથે આવ્યા હતા. પછી તે પોતાના જન્મસ્થળની મુલાકાતે ગયા.
સોમનાથથી અયોધ્યા યાત્રામાં વડાપ્રધાન મોદી હંમેશા અગ્રસર રહીને કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યાનુસાર રામ લલ્લાને મંદિર ન હોવાના કારણે તેઓ ઘણી વાર વ્યથિત પણ રહેતા હતા.
મુરલી મનોહર જોશી સાથે વડાપ્રધાન મોદીએ રામ લલ્લા જન્મસ્થળની મુલાકાત દરમિયાન પ્રતિજ્ઞા લીધી કે હવે પછી તેઓ રામ લલ્લાના મંદિરમાં બેસીને રામ લલ્લાના દર્શન કરશે. તેમજ તેમણે પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ રામમંદિરને હંમેશા અગ્રિમતા આપી.
વડાપ્રધાન મોદીની ભાવનાત્મક પ્રતિજ્ઞા પૂર્ણ કરવાનું અને રામ લલ્લાને ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવાનું તેમજ વર્ષોથી રામ લલ્લા જે વનવાસ ભોગવી રહ્યા છે તે 22 જાન્યુઆરીએ ભવ્ય મંદિરમાં રામ લલ્લાના અભિષેક સાથે સમાપ્ત થશે.
મોરેશિયસમાં રામ મંદિર (Ram Lalla) ની વાત કરી હતી
25 સપ્ટેમ્બર 1990 ના રોજ, જ્યારે લાલ કૃષ્ણ અડવાણી, ભાજપના અધ્યક્ષ તરીકે, સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા શરૂ કરી, ત્યારે મોદી તેના મુખ્ય સૂત્રધાર હતા. ત્યારબાદ તેઓ પૂર્વ આરએસએસ પ્રચારક અને ગુજરાત ભાજપના સંગઠન મહાસચિવ તરીકે કામ કરતા હતા. વર્ષ 1998માં મોદી મોરેશિયસમાં આંતરરાષ્ટ્રીય રામાયણ કોન્ફરન્સમાં ગયા હતા. ત્યાં તેમણે રામલલા (Ram Lalla) અને તેમના જન્મસ્થળ અયોધ્યામાં મંદિર નિર્માણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા.
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
ત્રણ મૂર્તિમાંથી કઈ મૂર્તિ સ્થાપશે અયોધ્યા ગર્ભગૃહમાં, આખરે શું ખાસ છે આ મૂર્તિમાં
જો જો.. ક્યાંક તમારી કારનું સાઇલેન્સર કોઈ ચોરી ના જાય
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો