Pm modi ના નેતૃત્વમાં મંગળવારે NDA સંસદીય દળની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય બજેટના ફાયદાઓ સામાન્ય લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે ચોક્કસ રોડમેપ તૈયાર કરવાનો હતો. સાંસદો પોતાના મતવિસ્તારમાં જઈને બજેટની સકારાત્મક અસરો અને સરકારની યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવશે. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત ગઠબંધનના મંત્રીઓ અને સાંસદોએ હાજરી આપી હતી.

Pm modi નું કરાયું ભવ્ય સાવગત
ભારત-અમેરિકા વચ્ચે થયેલી તાજેતરની ટ્રેડ ડીલને લઇને એનડીએ સાંસદોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એનસીપી નેતા પ્રફુલ પટેલે ફૂલહાર પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું
Pm modi સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપશે અને આ ઐતિહાસિક ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે વિશ્વ આજે ભારતના નેતૃત્વ પર વિશ્વાસ રાખે છે. અમેરિકાએ અગાઉ લાદેલા 25 ટકા વધારાના ટેરિફમાં ઘટાડો કરીને 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે, જે ભારત માટે મહત્વપૂર્ણ લાભદાયક સાબિત થશે.

Pm modi બેઠક દરમિયાન પીએમ મોદીએ સાંસદોને બજેટની વિગતો સરળ ભાષામાં જનતા સુધી પહોંચાડવા અને સરકારની યોજનાઓનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રયાસથી વિકાસ યોજનાઓનો લાભ સીધો સામાન્ય નાગરિક સુધી પહોંચાડવાનો સરકારનો પ્રયાસ વધુ મજબૂત બનશે.




