PM MODI MEETINGS : EXIT POLL ના તારણ બાદ ફરીવાર એક્શનમાં પીએમ મોદી, બોલાવી તાબડતોડ 7 બેઠકો  

0
137
PM MODI MEETINGS
PM MODI MEETINGS

PM MODI MEETINGS : લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા દેશની વિવિધ એજન્સીઓના EXIT POLL સામે આવી ગયા છે, એક્ઝીટ પોલમાં NDA ને સ્પષ્ટ બહુમતી મળી રહ્યાનું તારણ સામે આવ્યું છે, ત્યારે હજુ પરિણામો આવે એ પહેલા જ  વડાપ્રધાન મોદી ફરીવાર એક્શન મોડમાં આવી ગયા છે, વડાપ્રધાન મોદી   આજે વિવિધ વિષયો પર અલગ અલગ સાત બેઠકો કરશે.

PM MODI MEETINGS

PM MODI MEETINGS :  દેશમાં હવામાન વિભાગે આ વર્ષે આકરી ગરમી પડવાની આગાહી કરી છે. મે મહિનામાં તાપમાન 50ને પાર પહોંચી ગયું છે. બીજીબાજુ ચોમાસું પણ ભારતમાં એન્ટ્રી કરી ગયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની વર્તમાન પરિસ્થિતિને લઈને તાબડતોડ બેઠકો કરવા લાગ્યા છે, . પીએમ મોદી આજે ગરમીનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલી તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરશે.  

PM MODI MEETINGS :  આ વિષયો પર સમીક્ષા કરશે વડાપ્રધાન

PM MODI MEETINGS

PM MODI MEETINGS :  સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી આજે વિવિધ વિષયો પર સાત બેઠકો કરશે. જેમાં દેશમાં ચક્રવાત પછીની સ્થિતિની સમીક્ષા કરવા માટે પ્રથમ બેઠક યોજાશે. આ દરમિયાન ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ, તેઓ દેશમાં હીટવેવની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજશે. તેઓ વિશ્વ પર્યાવરણ દિવસને મોટા પાયે ઉજવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક યોજશે. આ પછી તેઓ આગામી 100-દિવસના કાર્યક્રમના કાર્યસૂચિની સમીક્ષા કરવા માટે એક લાંબુ વિચાર-મંથન કરશે.

PM MODI MEETINGS

PM MODI MEETINGS :  તમને જણાવી દઈએ કે આગામી 4 જુને દેશને નવી સરકાર મળશે, અત્યાર સુધીના EXIT POLL માં દેશમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે તેવુ તારણ સામે આવ્યું છે, વિવિધ એજન્સીઓના પરિણામોના તારણમાં ભાજપના ગઠબંધન વાળી NDA ગઠબંધનને 350થી વધારે બેઠકો મળવાનો અંદાજ સામે આવ્યો છે, જોકે હજુ કોની સરકાર બને છે તેતો 4 તરીખે મત પેટીઓ ખુલે ત્યારે જ ખબર પડશે…     

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો