PM MODI : ચોલ નૌકાદળના વારસાના સન્માનમાં ₹1000નો સ્મારક સિક્કો બહાર પાડ્યો
PM મોદી તમિલનાડુના પ્રવાસે છે.એ સમય દરમિયાન પીએમ મોદીએ ગંગાઈકોંડાચોલાપુરમ ખાતે રાજા રાજેન્દ્ર ચોલ-I ના નૌકાદળ અભિયાનની 1,000મી વર્ષગાંઠની ઉજવણી માટે 1,000 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. આ સિક્કો ગંગાઈકોંડાચોલાપુરમ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ આર કોમાગને ડિઝાઇન કર્યો છે. કાર્યક્રમમાં પરિવહન મંત્રી એસએસ શિવશંકર, તમિલનાડુના નાણામંત્રી થંગમ થેન્નારાસુ અને વીસીકે નેતા થોલ થિરૂમાવલન હાજર રહ્યા હતા.
તાજેતરમાં જ PM તમિલનાડુના પ્રવાસે હતા. તે દરમિયાન ગંગઈકોંડાચોલપુરમમાં PMને રાજા રાજેન્દ્ર ચોલ 1 નૌસૈનિક અભિયાનના 1000માં જન્મ દિવસ નિમિત્તે 1000 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. આ સિક્કો ગંગઈકોંડાચોલપુરમ વિકાસ પરિષદ ટ્રસ્ટના અધ્યક્ષ આર કોમાગને ડિઝાઇન કર્યો છે. કાર્યક્રમમાં પરિવહન મંત્રી SS શિવ શંકર, તમિલનાડુના નાણાં મંત્રી થંગમ થેન્નારાસુ અને વીસીકે નેતા થોલ થિરુમાવલવન હજાર રહ્યા હતા.

PM MODI : સિક્કામાં શું છે ખાસ?
આર કોમાગને તેના સિક્કાની ડિઝાઇન તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી હતી. ત્યાંથી પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. સિક્કાની એક બાજુ ઘોડા પર સવાર સમ્રાટની કોતરણી કરવામાં આવી છે તો બીજી બાજુ પાણીમાં જહાજ કોતરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના પ્રસ્તાવના સ્વીકાર પછી જ આ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.
PM MODI : વર્ષ 2010માં આરબીઆઇએ બહાર પાડ્યો હતો સિક્કો
આરબીઆઇએ વર્ષ 2010માં 1000નો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ સિક્કો તમિલનાડુના તંજાવુરમાં બૃહદીશ્વર તરીકે ઓળખાતા પ્રખ્યાત મંદિરના 1,000 વર્ષ પૂર્ણ થવાના સ્મરણાર્થે બહાર પાડવામાં આવ્યો હતો.

PM MODI : સામાન્ય વ્યક્તિ માટે નથી આ સિક્કો
કોઇની યાદમાં કે કોઈ ઐતિહાસિક ક્ષણની યાદમાં બહાર પાડવામાં આવેલો સિક્કો સ્મારક સિક્કો કહેવાય છે. RBI સમય- સમય પર આ રીતના સ્માર્ટ સિક્કાઓ બહાર પાડે છે. કાનૂની રીતે આ સિક્કાઓને ચલણમાં મૂકી શકાય નહીં. માત્ર સંગ્રહ માટે અને યાદગીરી માટે જ આ સિક્કાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ સિક્કા ઓનલાઈન મેળવી શકાય છે પણ તેની કિંમત ઘણી વધારે હોય છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: PM MODI : બહાર પાડ્યો 1000 રૂપિયાનો સિક્કો, જાણો સિક્કામાં શું છે ખાસ ? #1000RupeeCoin #PMMODI