PM Modi in Siliguri:પશ્ચિમ બંગાળના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સિલીગુડીમાં એક વિરાટ જનસભાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ તેમના આક્રમક અંદાજમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, આ ચૂંટણી પછી બંગાળમાંથી TMCની વિદાય નિશ્ચિત છે.
PM Modi in Siliguri:સભાના મુખ્ય અંશો:
- વોટ બેંકની રાજનીતિ પર પ્રહાર: પીએમ મોદીએ આક્ષેપ કર્યો કે, “TMC સરકારે મદરેસાઓ માટે 6,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે, પરંતુ અહીંના સામાન્ય વિકાસ માટે કંઈ જ કર્યું નથી. તેઓ માત્ર પોતાની ખાસ વોટ બેંકને ખુશ કરવા માટે જ જનતાના પૈસા વાપરે છે.”
- 15 વર્ષનો હિસાબ: પીએમએ મમતા સરકારને આડે હાથ લેતા કહ્યું કે, પશ્ચિમ બંગાળના વિનાશ માટે TMC જવાબદાર છે અને હવે તેમણે જનતાને પોતાના 15 વર્ષના શાસનનો હિસાબ આપવો જ પડશે.
- CAA અને ઘૂસણખોરી: સભામાં પીએમએ “કમલ ખિલાઓ, ઘુસપૈઠિયા ભગાઓ” ના નારા લગાવ્યા હતા. તેમણે ખાતરી આપી હતી કે CAAની મદદથી નાગરિકોને વોટિંગની ગેરંટી અને સુરક્ષા આપવામાં આવશે.
PM Modi in Siliguri: “સિલીગુડીની જનતા TMCની ઊંઘ હરામ કરી દેશે”
પીએમ મોદીએ ગઈકાલે યોજાયેલા રોડ શોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બંગાળની જનતાએ જે પ્રેમ આપ્યો છે તે અભૂતપૂર્વ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સિલીગુડીની આ સભા TMCના શાસનનો અંત લાવશે.

પીએમનો બંગાળ પ્રવાસ
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ શનિવારે પૂર્વ વર્ધમાન, મુર્શિદાબાદ અને દક્ષિણ દિનાજપુરમાં પણ રેલીઓ કરી હતી. મોડી સાંજે સિલીગુડીમાં રોડ શો કર્યા બાદ આજે આ જંગી સભા સાથે તેમણે બંગાળમાં ચૂંટણી માહોલ ગરમાવી દીધો છે.
Table of Contents
આ પણ વાંચો :સંગીત જગતના એક સુવર્ણ યુગનો અંત: લિજેન્ડરી ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન




