PM Modi in Rajkot : ગુજરાત રાજ્યને પ્રથમ એઈમ્સ હોસ્પિટલની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીના હસ્તે એઇમ્સની 250 બેડની IPDનું લોકાર્પણ કરાયું. પરાપીપળિયા ગામ નજીક 1200 કરોડના ખર્ચે AIIMSનું નિર્માણ થયું છે. AIIMSમાં 4 ઓપરેશન થિયેટરની સુવિધા, ઈમરજન્સી વોર્ડમાં 3 ઝોન 20 જેટલા વિભાગ અને 23 જેટલી મલ્ટિસ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે.
રાજકોટ AIIMSમાં IPD સેવા કાર્યરત થવાથી સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના દર્દીઓના મોટી રાહત મળી છે. રાજકોટ AIIMSમાં 5 જેટલી સ્પેશિયાલિસ્ટ સારવારનો પણ સમાવેશ કરાશે. એઇમ્સમાં ખૂબ નજીવા દરે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. હજુ એઈમ્સનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં સમય લાગશે. જ્યારે આ પછી નજીકના સમયમાં તબક્કાવાર મલ્ટિસ્પેશિયાલિટી સહિતની સારવાર ઉપલબ્ધ બનશે.
PM Modi in Rajkot : રાજકોટથી વડાપ્રધાન મોદીએ ગુજરાત સહિત 5 રાજ્યોને આપી AIIMSની ભેટ
ગુજરાતને પ્રથમ એઈમ્સની ભેટ મળી છે. વડાપ્રધાન મોદીએ આજે રાજકોટ, બઠિંડા, રાયબરેલી, કલ્યાણી અને મંગલગિરી માટે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)નું ઉદ્ધાટન કર્યું.
PM Modi in Rajkot : 10 દિવસમાં 7 નવી એઈમ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ગત 10 દિવસોમાં 7 નવી એઈમ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે. તેના માટે હું કહેવા માંગું છું કે જે 6-7 દાયકામાં ન થયું, તેનાથી કેટલાક ગણી ઝડપથી આપણે દેશનો વિકાસ કરીને જનતાના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છે. આજે 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 200થી વધુ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો પણ શિલાન્યાસ અને લોકાર્પણ થયો છે.
PM Modi in Rajkot : ‘ગુજરાતને એઈમ્સની ગેરેન્ટી પૂરી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે દેશ કહી રહ્યો છે કે મોદીની ગેરેન્ટી એટલે ગેરેન્ટી પૂરી થવાની ગેરેન્ટી. દેશને મોદીની ગેરેન્ટી પર એટલા માટે અતૂટ ભરોસો છે, કારણ કે મેં રાજકોટને ગુજરાતની પહેલી એઈમ્સની ગેરેન્ટી આપી હતી. ત્રણ વર્ષ પહેલા તેનો શિલાન્યાસ કર્યો હતો અને આજે લોકાર્પણ કર્યું. તમારા સેવકે ગેરેન્ટી પૂરી કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં રૂ. 1195 કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એઈમ્સ અને રૂ. 120 કરોડના ખર્ચે બનેલી રાજ્યની સૌથી ઊંચી મેટરનિટી એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ સાથે તેઓ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા રૂ. 48 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ, મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા.
PM Modi in Rajkot : નજીવા દરે એઇમ્સમાં થશે બ્લડ, એક્સ-રે સહિતના 200થી વધુ રીપોર્ટ્સ
રાજકોટ એઇમ્સ ખાતે 250 બેડના ઇન્ડોર પેશન્ટ વિભાગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીં દાખલ થયેલા દર્દીઓને વિવિધ લેબોરેટરી રીપોર્ટ્સ માટે ઇનહાઉસ સુવિધા પણ શરુ કરવામાં આવશે.એઇમ્સ ડિરેક્ટર ડો. સી.ડી.એસ. કટોચના જણાવ્યા અનુસાર સી.બી.સી, બાયોપ્સી, લિપિડ પ્રોફાઈલ, કિડની ફન્કશન સહિતના લોહીના 160 જેટલા વિવિધ રીપોર્ટ્સ અને ઍકસ-રેના અલગ અલગ 30 જેટલા રીપોર્ટ્સ નોમિનલ ચાર્જમાં કરી આપવામાં આવશે.
PM Modi in Rajkot : એઇમ્સ અને ખાનગી લેબમાં થતા રિપોર્ટ્સની કમ્પૅરિઝન કરીએ તો….
બીમારી | એઇમ્સમાં સારવાર ખર્ચ | ખાનગીમાં સારવાર ખર્ચ |
સી.બી.સી.રિપોર્ટ | રૂ.25 | રૂ.200 |
બાયોપ્સી | રૂ.374 | રૂ.1200 |
લિપિડ પ્રોફાઈલ | રૂ.275 | રૂ.600 |
લીવર ફંક્શન ટેસ્ટ | રૂ. 225 | રૂ. 700 |
કીડીની ફંક્સન | રૂ. 225 | રૂ. 600 |
વિવિધ સીરમ ટેસ્ટ | રૂ. 75 | રૂ.250 |
ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના ટેસ્ટ | રૂ. 25 | રૂ. 500 |
મેલેરિયા | રૂ. 50 | રૂ.250 |
ટાઈફોડ | રૂ. 80 | રૂ.250 |
સ્ટુલ રૂટિન ટેસ્ટ | રૂ. 35 | રૂ.250 |
એક્સ-રે માં છાતીના 70 રૂ., ખભ્ભો, ગોઠણ, પગ, કોણી, કરોડરજ્જુ, હથેળી, આંગળી, સ્કલ સહિતના શરીરના બાહ્ય અંગોના એક્સ-રેના માત્ર 150 રૂ. ચાર્જ કરવામાં આવશે, જેનો ચાર્જ ખાનગી જગ્યાએ સામાન્ય રીતે રૂ. 500 જેટલો થતો હોય છે.
એઇમ્સ ખાતે ઇન્ડોર પેશન્ટ વિભાગમાં 14 થી વધુ ફેકલ્ટીમાં સઘન સારવારના શ્રીગણેશ થવા જઈ રહ્યા છે, ત્યારે સંલગ્ન સેવાઓ પૈકી રીપોર્ટ તેમજ દવાઓ પણ દર્દીને પોસાય તે રીતના ચાર્જિઝ રાખી કેન્દ્ર સરકારનો આરોગ્ય વિભાગ સામાન્ય માણસની તબિયતની ચિંતા સુપેરે કરી રહ્યો છે, તેમ કહી શકાય.
PM Modi in Rajkot : નોંધનીય છે કે, વડાપ્રધાન દ્વારા ગુજરાતને અંદાજે રૂ. 35,700 કરોડની રકમના પ્રકલ્પોની ભેટ મળશે. વડાપ્રધાનના હસ્તે જે લોકાર્પણ-ખાતમુહૂર્ત થવાના છે, તેમાં નેશનલ હાઈવેના રૂ. 3800 કરોડથી વધુની રકમના વિવિધ પ્રોજેક્ટસ, રેલવે વિભાગના રૂ. 2100 કરોડથી વધુ રકમના પ્રકલ્પ, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. 1550 કરોડથી વધુ પ્રોજેક્ટસ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળના રૂ. 550 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ હેઠળના રૂ. 200 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો પાણી પુરવઠા વિભાગ હેઠળના રૂ. 250 કરોડથી વધુના મૂલ્યના વિકાસ પ્રકલ્પો, પ્રવાસન વિભાગના રૂ. 60 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे