PM જેમ્સ મોરપેને લાગે છે કે ભારતથી કોઈ જાદુગર આવ્યો છે : રાઉત

0
162

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પાપુઆ ન્યુ ગીનીમાં PM જેમ્સ મારપેએ ભવ્ય સ્વાગત કર્યું હતું. PM મારપેએ PM મોદીના ચરણ સ્પર્શ કર્યા હતા. હવે આ ઘટનાને લઈને શિવસેનાના નેતા સંજય રાઉતે વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. રાઉતે કહ્યું છે કે, “PM જેમ્સ મોરપેને લાગે છે કે ભારતથી કોઈ જાદુગર આવ્યો છે કે જે તેમને જાદુ શીખવાડશે. કારણ કે, પાપુઆ ન્યુ ગીની બ્લેક મેજિકમાં વિશ્વાસ પણ રાખે છે.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “આ સારી વાત છે. તેમણે PM નરેન્દ્ર મોદીનાં ચરણો સ્પર્શ્યાં. તે વડીલ છે. અમે પણ જ્યારે PM  મોદીને મળીએ છીએ તો તેમને નમીને પ્રણામ કરીએ છીએ, પરંતુ આજની બાબતનું BJP જે રીતે પ્રચાર કરી રહી છે તે યોગ્ય નથી. આ પહેલા જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી વિદેશોમાં ગયા છે તો તેમના પણ ચરણ સ્પર્શવામાં આવ્યા છે. BJPએ પાપુઆ ન્યૂ ગિનીનો ઈતિહાસ જાણવો જોઈએ. એ દેશની આબાદી 80 લાખ છે અને ત્યાં 850 ભાષાઓ બોલવામાં આવે છે. અનેક દ્વીપ છે જે એકબીજા સાથે સંકળાયેલા નથી. એ દેશનાં લોકો બ્લેક મેજિકમાં વિશ્વાસ ધરાવે છે તેથી તેમને લાગ્યું હશે તે મોદીજીનું સમ્માન થવું જોઈએ.”