પિત્ઝામાં માંખી : તમે બહારનું ખાવાના શોખીન છો ? પિત્ઝા ખાવાના શોખીન છો ? તો આ સમાચાર તમારા માટે જ છે. વધુ એક ફૂડમાં જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. જામનગરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાંની વધુ એક ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલાં છાશવાલાની દુકાનમાં આઇસક્રીમમાંથી જીવાત નીકળી હતી. એ બાદ ખજૂરમાંથી જીવતી ઈયળ નીકળી હતી. આ ઘટના હજુ તાજી જ છે ત્યાં શહેરમાં ડોમિનોઝ પિત્ઝાની શાખા પરથી ઓર્ડર કરેલા પિત્ઝામાં માંખી નીકળી છે.
જામનગરમાં અગાઉ પણ એક બ્રાન્ડેડ કંપનીના પિત્ઝામાંથી વંદો નીકળ્યો હતો. એની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે ડોમિનોઝ પિત્ઝામાં માંખી નીકળી છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થવાની વધુ એક ઘટના સામે આવી છે. ગઈકાલે એક યુવકે ઓર્ડર કરેલા પિત્ઝામાં માંખી નીકળતા તે ચોકી ગયો હતો. પિત્ઝા બાળકો પણ ખાતા હોય છે ત્યારે તેમનાં આરોગ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યાં છે એવાં દ્દશ્યો વારંવાર જોવા મળી રહ્યાં છે.
નાગનાથ ગેટ પાસે રહેતા કપિલ સોઢા નામના યુવકે પિત્ઝાનો ઓર્ડર કર્યો હતો. એક પિત્ઝામાં માંખી નીકળી હતી. જેથી યુવક ચોંકી ગયો હતો. યુવકે રાત્રિના સમયે જ ડોમિનોઝ પિત્ઝાનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈપણ રિસ્પોન્સ ના મળતાં આખરે યુવાને સવારે મહાનગરપાલિકાની ફૂડ શાખામાં સંપર્ક કરી ફરિયાદ કરી હતી. આ સમગ્ર મામલે ફરિયાદ મળતાં જ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા ડોમિનોઝ પિત્ઝામાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એ બાદ મનપાની ટીમે ડોમિનોઝ શાખાને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો હતો.
પિત્ઝામાં માંખી આવતા ડોમિનોઝને 10000 નો દંડ
ફૂડ વિભાગના અધિકારી પરમારે જણાવ્યું હતું કે ડોમિનોઝ પિત્ઝામાં માંખી નીકળી હોવાની ફરિયાદ મળતાં જામનગર મહાનગરપાલિકાની ટીમે લાખોટા લેકની સામે આવેલા ડોમિનોઝ પિત્ઝામાં તપાસ કરતાં પેકિંગથી સર્વિસ દરમિયાન આ માખી પડી હોય એવું જણાવતાં પેઢીને રૂપિયા 10,000ની પેનલ્ટી કરી છે. આ બાબતનું આગળ ધ્યાન રાખવા અને હવે પછી આવો કોઈ કિસ્સો ન બને એ અંગે તાકીદ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમને એક ગ્રાહક તરફથી ફરિયાદ મળી કે ગઈકાલે રાત્રે તેમણે પિત્ઝા મગાવ્યા હતા, એમાંથી મરી ગયેલી માખી નીકળી છે, જે પિત્ઝા ઉપર દેખાઈ રહી છે. ત્યાર બાદ અમારી ટીમ ડોમિનોઝ પિત્ઝામાં આવી હતી. આ બાબતે ચેકિંગની કાર્યવાહી હાલ ચાલુ છે. આ અંગેની હાઇજેનિક કન્ડિશન તપાસ ચાલુ છે. તપાસમાં જેકંઈ સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડોમિનોઝ પિત્ઝા, જે તળાવની પાળ પાસે આવેલી છે, ત્યાં કામગીરી કરવામાં આવી રહી છે. કાઉન્ટર પર એફએસએલ ટીમ દ્વારા ચેકિંગ કામગીરી ચાલુ છે. રજિસ્ટર તેમજ પિત્ઝાની બનાવટ સહિતની બાબતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
તમે આ પણ વાંચી શકો છો
આ 5 સુપરફૂડ ખાવાથી થાઈરોઈડ થઇ શકે છે કંટ્રોલ