PINK BRTS:ગુજરાતની પ્રથમ પિંક BRTS બસ આજે સુરતમાં દોડશે; મહિલા ડ્રાઈવર નિશા શર્મા સાથે માત્ર મહિલાઓ માટે ખાસ સેવા શરૂ#SuratPinkBRTS,#GujaratsFirstPinkBus,#WomenOnlyBus

0
95

PINK BRTS:સુરત શહેરમાં મહિલા સુરક્ષા, સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે સુરત મહાનગરપાલિકાએ એક વધુ અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. આજે એટલે કે ગુરુવારથી ગુજરાતની પહેલી ‘પિંક BRTS બસ’ સુરતના રસ્તાઓ પર દોડતી નજરે પડશે. ખાસ વાત એ છે કે આ બસમાં મુસાફરી ફક્ત મહિલાઓ-યુવતીઓ જ કરી શકશે અને બસનું સ્ટીયરિંગ પણ મહિલા ડ્રાઈવર જ સંભાળશે.

PINK BRTS:

PINK BRTS:20 મહિનાની શોધખોળ પછી મળી મહિલા બસ ચાલક

પિંક BRTS બસ ચલાવવા માટે મહિલા ડ્રાઈવર શોધવાનો પ્રયત્ન છેલ્લા 20 મહિનાથી ચાલી રહ્યો હતો. અંતે ઇન્દોરમાં BRTS રૂટ પર હેવી વ્હીકલનો અનુભવ ધરાવતી અને સિંગલ મધર તરીકે સંઘર્ષ કરી રહેલી નિશા શર્માની પસંદગી કરવામાં આવી છે.

PINK BRTS:નિશા શર્મા: સુરતની પ્રથમ મહિલા BRTS બસ ડ્રાઈવર

મૂલ ઇન્દોરની રહેવાસી નિશા શર્માએ વર્ષ 2021માં હેવી વ્હીકલ લાઇસન્સ મેળવ્યું હતું અને ચાર વર્ષથી વધુ સમયથી મોટી બસો સફળતાપૂર્વક ચલાવવાનો અનુભવ ધરાવે છે. દિવાળીની આસપાસ નિશાએ હિંમતભેર નિર્ણય લઈ પરિવારને ઇન્દોરમાં રાખી સુરત ખાતે ડ્રાઈવર તરીકે જોડાવાનું નક્કી કર્યું.
એક મહિનાની સઘન તાલીમ પછી નિશાને સુરત BRTS પ્રોજેક્ટમાં ઓનબોર્ડ કરવામાં આવી છે.

PINK BRTS:

PINK BRTS:ONGC થી સરથાણા સુધીનો પહેલો રૂટ

પિંક BRTS બસનો પહેલો રૂટ ONGC થી સરથાણા સુધી રાખવામાં આવ્યો છે. મહિલા ડ્રાઈવર સાથે મહિલા કન્ડક્ટર પણ નીમવામાં આવી છે, જેથી બસમાં સંપૂર્ણ મહિલા-મિત્ર વાતાવરણ ઉપલબ્ધ થાય.

મહિલા સશક્તિકરણ તરફ શહેરનો મહત્વનો પગલું

મહાનગરપાલિકા પહેલાથી શહેરમાં પિંક ઓટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવી રહી છે, જેમાં 47 મહિલાઓને રોજગાર મળ્યો હતો. હવે પિંક બસની શરૂઆતથી શહેરમાં મહિલા મુસાફરોને સવલત, સુરક્ષા અને આત્મવિશ્વાસ સાથે મુસાફરી કરવાની નવી તક મળશે.
તંત્ર ભવિષ્યમાં સામાન્ય BRTS બસમાં પણ મહિલા ડ્રાઈવરો નીમવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યું છે.

PINK BRTS:નિશાનું પરિવાર અને સંઘર્ષ

PINK BRTS:

નિશા શર્માના માતા અને બે બાળકો હાલમાં ઇન્દોરમાં રહે છે. ત્રણેયની જવાબદારી નિશા પર છે. હાલમાં તેઓ સુરતમાં રૂ. 22,000ના પગાર પર ફરજ બજાવી રહી છે, જોકે ભવિષ્યમાં સેલેરી વધવાની શક્યતા છે.

નિશા શર્માની હિંમત, મહેનત અને નવી શરૂઆત મહિલાઓ માટે પરિવહન ક્ષેત્રમાં એક નવું માઈલસ્ટોન સ્થાપિત કરે છે. સુરત શહેર માટે આ એક યાદગાર દિવસ ગણાય તેવી શક્યતા છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Gold Prices :સોનું ₹1,268 ઉછળીને ₹1.23 લાખ પર પહોંચ્યું; ચાંદી પણ ₹2,594 વધીને ₹1.56 લાખ કિલો થઈ.