PHONE TAPPING: જો તમારા ફોનમાં દેખાઈ રહ્યા છે આ પાંચ સાઈન તો સાવધાન થઈ જાઓ, જાણો PHONE TAPPINGના સાઈન્સ

0
182

પાંચ સાઈન દેખાય તો સમજી જાઓ કોઈ સાંભળી રહ્યું છે તમારા સીક્રેટ્સ, થઈ રહ્યું છે PHONE TAPPING

ફોન જરૂરી છે

સ્માર્ટફોન આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ચૂક્યો છે. મોટાભાગે તમામ સીક્રેટ્સ ફોનમાં જ રખાતા હોય છે. તો સીક્રેટ વાતો પણ ફોનથી જ થતી હોય છે. ઘણી બધી એપ્સ છે જેના ઉપયોગથી લોકો ફોનમાં ફોટો-વીડિયોઝ લોક રાખતા હોય છે. તો ઘણાને ફોન રેકોર્ડિંગ્સ સેવ રાખવાનો પણ શોખ હોય છે.

સેફ્ટી વિશે અજાણ

આમ તો મોટાભાગે યૂઝર્સ તેમના સ્માર્ટફોનને સેફ રાખવા માટે ઘણી સેફ્ટી ટીપ્સ ફોલો કરતા હોય છે. પરંતુ અમૂક લોકો આવા પણ છે જેમને આ વિશે કઈં જ ખબર નથી હોતી. આ લોકો કોઈ એપ ઈન્સ્ટોલ કરતા પહેલા તેના વિશે વાંચતા પણ નથી અને ફોનના તમામ એક્સેસ આપી દેતા હોય છે. જેના કારણે ઘણી વખતે મોટી મૂશ્કેલીમાં ફસાતા હોય છે. આનો જ ફાયદો ટ્રેકર કે હેકર પણ ઉઠાવી લેતા હોય છે

શું હોય છે PHONE TAPPING

સ્માર્ટફોન ટેપિંગનો ઉપયોગ તમારા ફોનની મદદથી તમારી વાતો સાંભળવા માટે કરવામાં આવતો હોય છે. આની મદદથી હેકર્સ તમારા સીક્રેટ સાંભળી શકે છે. તમે ક્યારે કોને ફોન કર્યો અને અહીં સુધી તમે શું વાત કરી તે હેકર જાણી જતો હોય છે. 

PHONE TAPPINGના સાઈન શું છે

તમારું ફોન ટેપિંગ થઈ રહ્યું છે કે નહીં તે જાણવા માટે તમારે તમારા ફોન પર ધ્યાન આપવું પડશે. તમે જ્યારે ફોન પર વાત કરતા હોવ છો અને જો તમારો ફોન ટેપ થઈ રહ્યો છે, ત્યારે ફોન અમૂક સાઈન આપતો હોય છે. જે તમારે સમજવાની જરૂર છે. આ સાઈનને અવગણવાથી તમે મોટી મૂશ્કેલીમાં ફસાઈ શકો છો. જેમાંથી પહેલી સાઈન છે

બેટરી બેકઅપ પ્રોબ્લમ

જો ફોનની બેટરી વારંવાર ચાર્જ કરવી પડી રહી છે તો સાવચેત થઈ જાઓ. જો તમારું ફોન એકદમ અપ ટુ ડેટ હોય તો ફોનની બેટરી જલ્દી ઉતરી જવી તે એક ટેપિંગનું સાઈન હોઈ શકે છે. ટેપિંગ માટે સામાન્ય રીતે સ્પાઈવેર અથવા માલવેરનો ઉપયોગ થાય છે. જે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે. જેના કારણે ફોન વારંવાર ડિસ્ચાર્જ થઈ જાય છે. 

ઈન્ટરનેટ ડેટા ઝડપથી પુરો થઈ રહ્યો છે

ભારતમાં લોકો પ્રીપેડ અથવા પોસ્ટપેડ સર્વિસનો ઉપયોગ કરતા હોય છે. જો તમામ હેન્ડસેટમાં ઈન્ટરનેટ ડેટા તમારા ઉપયોગ કરતા વધારે વપરાઈ રહ્યો છે તો આ પણ ફોન ટેપિંગનું સાઈન છે. કારણ કે હેકર્સ ઈન્ટરનેટની મદદથી જ ડેટા ટ્રાન્સફર કરે છે. અને જેમાં તમારા ફોનનો ડેટા વપરાય છે. એટલે જો તમારા યુસેઝ કરતા વધારે ડેટા વપરાઈ રહ્યો છે તો ધ્યાન રાખવાની જરૂર છે.

પરફોર્મન્સ સ્લો થઈ જશે

જો ફોન વધુ ટાસ્ક કમ્પ્લીટ કરશે તો તેની સ્પીડ સ્લો થઈ જશે. ધ્યાન રાખો કે જો તમે એક સાથે ઘણા એપ્સ યૂઝ કરો છો આ મૂશ્કેલી આવી શકે છે. પરંતું જો તમે એકી સાથે વધારે એપ્સ નથી યૂઝ કરતા છતાં તમારું ફોન સ્લો ચાલે છે તો બની શકે કે ફોન ટેપ થઈ રહ્યો છે. કારણ કે ટેપિંગ માટે યૂઝ કરાતા હાર્ડવેર-માલવેર હેવી હોય છે, જેના બેકગ્રાઉન્ડમાં રન કરવામાં ફોન સ્લો થઈ જાય છે.

મેસેજ તો નથી થઈ રહ્યાને ફોરવર્ડ

ઘણી વખત સ્કેમર્સ ફોનને હેક કરવા માટે કોલ, મેસેજ ફોરવર્ડ કરતા હોય છે. જેના વિશે જાણવા માટે તમે તમારા ફોનના ડાયલપેડને ઓપન કરી *#67# ટાઈપ કરો. ત્યારબાદ આ નંબરને ડાયલ કરતા જ તમારી સ્ક્રિન પર કોલ, મેસેજ, ડેટાની જાણકારી તમારા ફોન સ્ક્રીન પર આવી જશે.

ડિસ્પ્લે પર દેખાશે ગ્રીન લાઈટ

એન્ડ્રોઈડ ફોનમાં જ્યારે પણ તમે ફોન કેમેરાનો ઉપયોગ કરશો તો મોબાઈલની ડિસ્પ્લેના ટોપ રાઈટ પર ગ્રીન ડૉટ દેખાશે. અથવા જ્યારે ફોનનો માઈકનો ઉપયોગ કરશો તો માઈક આઈકૉન દેખાશે. પરંતુ જો તમે માઈકનો ઉપયોગ નથી કરી રહ્યા છતાં માઈક આઈકોન દેખાઈ રહ્યો છે અથવા તો કેમેરા ઓન નથી છતાં ગ્રીન ડૉટ દેખાય છે, તો સમજી જાઓ તમારો ફોન ટેપ થઈ રહ્યો છે. 

PHONE TAPPING કોણ કરી શકે?

રાજ્ય કક્ષાએ:

રાજ્યોમાં પોલીસને ફોન ટેપ કરવાનો અધિકાર છે.

કેન્દ્રીય સ્તરે:

ઈન્ટેલિજન્સ બ્યુરો, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સ, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW), સિગ્નલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ, દિલ્હી પોલીસ કમિશનર.