પાકિસ્તાનના લોકો ભાગલાથી ખુશ નથીઃમોહન ભાગવત

0
232

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે દાવો કર્યો છે કે પાકિસ્તાનના લોકો પણ ભાગલાથી ખુશ નથી.. મોહન ભાગવતે ક્રાંતિકારી હેમુ કલાનીની જન્મજયંતિ પર એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે.મોહન ભાગવતે કહ્યું  ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાનનું નિર્માણ થયું જેને   ત્યાં રહેતા લોકો મોટી ભૂલ માનવા લાગ્યા છે.આઝાદીના સાત દાયકાથી વધુ સમય પછી પણ પાકિસ્તાનના લોકો ખુશ નથી અને હવે માને છે કે ભારતના ભાગલા એક ભૂલ હતી. કિશોર ક્રાંતિકારી હેમુ કલાણીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં સિંધી સમાજના લોકોએ ભાગ લીધો હતો.