Peacock Curry : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ કંટેનની સાથે સાથે ક્રીયટરોને વ્યુઝ પ્રમાણે ખાસા એવા પૈસા પણ આપે છે, અને તેને જ લઈને યુટ્યુબ દુનિયાનું સૌથી બીજું મોટું સર્ચ એન્જીન પણ છે, પરંતુ આ લાઈક્સ અને વ્યુની રેસમાં લોકો ઘણીવાર એવી મોટી ભૂલ કરી બેસતા હોય છે કે તેમને જેલના સળિયા ગણવા પડતા થઇ જાય છે.
Peacock Curry : તેલગાણાના એક જીલ્લમાં એક યુટ્યુબરે લાઈક્સ અને વ્યુજ્ઝ માટે એવી ભૂલ કરી કે તેની સામે કેસ કરવામાં આવ્યો છે, રાજન્ના સરસિલ્લા જિલ્લામાં એક યુટ્યુબર વિરુદ્ધ તેની ચેનલ પર ‘મોર કરી રેસિપી’ પર વીડિયો અપલોડ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસના આધારે, વન અધિકારીએ જણાવ્યું હતું કે યુટ્યુબરે તેની ચેનલ પર મહત્તમ વ્યુ મેળવવા માટે આવું કર્યું હતું.
આ યુટ્યુબરે તેની ચેનલ પર રાષ્ટ્રીય પક્ષી મોરની કરી રાંધવાનો વીડિયો પોસ્ટ કર્યો હોવાની માહિતી મળતાં, વન અધિકારીઓની એક ટીમ તંગલ્લાપલ્લી ગામમાં પહોંચી અને વ્યક્તિના ઘરેથી ચિકન કરી મળી આવી હતી.
Peacock Curry : કરીના સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા
Peacock Curry : જોકે કરીના સેમ્પલ ફોરેન્સિક ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે. રવિવારે તે વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પ્રાણી અધિકાર કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ વીડિયોને પણ હટાવી દેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો