Patidar Leaders Unite:પાટીદાર શક્તિનું એકીકરણ: ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાના વિખવાદનો અંત

0
221
Patidar Leaders
Patidar Leaders

Patidar Leaders Unite:ખોડલધામ કાગવડ ખાતે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને નવા મંત્રીઓના સન્માન સમારોહ દરમિયાન પાટીદાર સમાજની સૌથી ચર્ચિત ઘટનાઓમાંની એક બન્યું — ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પાટીદાર સમાજના યુવા નેતા તથા ધારાસભ્ય જયેશ રાદડિયાનો ઐતિહાસિક મિલાપ. લાંબા સમયથી ચાલતા વિવાદો, અણબનાવ અને અટકળો પર આજે પૂર્ણવિરામ મૂકાયો છે.

Patidar Leaders Unite

Patidar Leaders Unite:જીતુ વાઘાણીની હાજરીમાં ગળે મળ્યા બંને નેતાઓ

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતીમાં બંને નેતાઓ ગળે મળ્યા હતા. આ દ્રશ્યે સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રસ્થાન પ્રાપ્ત કર્યું હતું. જીતુ વાઘાણીએ જણાવ્યું કે:

આ માનું સાનિધ્ય છે. જે વાતો વહેતી થઈ હતી, તે બધું આજે પૂર્ણવિરામ પામ્યું છે.”

વાઘાણીએ વધુમાં કહ્યું કે ઘણી વખત બહાર વહેતી થતી વાતો હકીકતથી દૂર હોય છે. હકીકતમાં, સમાજના વડીલો અને નેતાઓ હંમેશા એકતા અને સેવાના કાર્યોમાં સાથે મળીને કાર્ય કરે છે.

Patidar Leaders Unite:સંયુક્ત પ્રેસ કોન્ફરન્સથી આપ્યો સ્પષ્ટ સંદેશ

નરેશ પટેલ અને જયેશ રાદડિયાએ મળીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બંનેએ એકસ્વરે જણાવ્યું કે તેમની વચ્ચે કોઈ વાદ-વિવાદ કે ગેરસમજ નથી.

જયેશ રાદડિયાએ ભાવુક શબ્દોમાં કહ્યું:
ખોડલધામ એ અમારું આંગણું છે. જયેશ રાદડિયા રહે કે ન રહે, ખોડલધામ રહેવાનું છે. આ સમાજનું ગૌરવ છે.”

Patidar Leaders Unite

જીતુ વાઘાણીએ નરેશ પટેલને વડીલ ગણાવતાં ઉમેર્યું કે, તેમના આશીર્વાદ અને નેતૃત્વ હેઠળ પાટીદાર સમાજના યુવા ધુરંધરો, જેમાં જયેશ રાદડિયાનો સમાવેશ થાય છે, સતત સમાજ હિતે કામ કરી રહ્યા છે.

Patidar Leaders Unite:પાટીદાર સમાજ માટે ઐતિહાસિક ક્ષણ

આ મિલાપને માત્ર એક કાર્યક્રમની ઘટના ન ગણાય, પરંતુ પાટીદાર સમાજની આંતરિક એકતા માટે એક મહત્વપૂર્ણ તબક્કો તરીકે જોવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી ચાલતી અટકળો અને ચર્ચાઓ આજે સમાપ્ત થઈ છે, અને સમાજમાં એકતાનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.

રાજ્યના રાજકારણમાં પણ આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે પાટીદાર નેતાઓની એકતા આવનારા સમયમાં રાજકીય સમીકરણો પર અસરકારક બની શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Ahmedabad News:અમદાવાદમાં સલામતીના નિયમોના ભંગ બદલ 3 મલ્ટિપ્લેક્સ અને 5 હોસ્પિટલો પર તાળા