પાટણમાં યુરિયા ખાતર માટે પડાપડી એક ને પાંચ જ મળે #khedut #patan #yuriya #khatar #farmer

0
113

પાટણમાં યુરિયા ખાતર #khedut #patan #yuriya #khatar #farmer -પાટણ નવાગંજ માર્કેટ યાર્ડમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી વાવેતર કર્યું છે. ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે.

પાટણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતો પરેશાન

નવાગંજ માર્કેટ યાર્ડમાં ખાતરનો અપૂરતો જથ્થો

પાટણમાં ખરીદ વેચાણ સંઘ ખાતે લાંબી કતારો

એક ખેડૂતને ફક્ત 5 યુરિયાની ખાતરની થેલી આપે

પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા આક્રોશ

પાટણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે સવારથી યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. એક ખેડૂતને ફક્ત 5 જેટલી યુરિયાની ખાતરની થેલી મળતા અસંતોષ જોવા મળ્યો હતો. પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળે તો વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.

સાથે જ યુરિયા ખાતર સાથે અન્ય થેલી ફરજીયાત આપવામાં આવતા ખેડૂતોમાં વિરોધ જોવા મળ્યો હતો.

આવા વધુ સમાચાર માટે જોતા રહો વી આર લાઇવ

Kalol ની આશા બહેનોનો હક્ક માટે અવાજ. વેતન વધારાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર.શું છે એમની માંગણી?