Patan MLA Kirit Patel :ગુજરાત કોંગ્રેસમાં ભડકો: પાટણના MLA કિરીટ પટેલે રાજીનામાની ચીમકી આપી

0
134
Kirit Patel
Kirit Patel

Patan MLA Kirit Patel :ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર આંતરિક વિખવાદના ભડકા સામે આવી છે. પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસના દંડક કિરીટ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી છે. તેઓના આ પગલાનું કારણ પાર્ટીમાં થયેલી નિમણૂકો અને સ્થાનિક નેતાઓની અવગણના હોવાનું સામે આવ્યું છે.

Patan MLA Kirit Patel :કિરીટ પટેલની નારાજગી

Patan MLA Kirit Patel

કિરીટ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, પાર્ટીમાં જ્યારે કોઈ મહત્વપૂર્ણ નિમણૂક કરવામાં આવે ત્યારે સ્થાનિક ધારાસભ્યોને વિશ્વાસમાં લેવામાં આવવું જોઈએ. તેમણે કહ્યું કે, તેમને જયાબેન શાહ સામે વ્યક્તિગત વાંધો નથી, પરંતુ જે રીતે તેમના મંજૂર કર્યા વગર સ્થાનિક નેતાઓની ‘સેન્સ’ લીધા વિના નિર્ણય લેવાયો છે તે પક્ષની શિસ્ત વિરુદ્ધ છે.

તેમણે ઉમેર્યું કે, કૉંગ્રેસને મજબૂત બનાવવા માટે જૂથબંધી દૂર કરવાની અને કાર્યકરો તેમજ ધારાસભ્યોના મંતવ્યોને મહત્વ આપવું જરૂરી છે.”

Patan MLA Kirit Patel :હાઈકમાન્ડ સાથે મંત્રણા

આ ઘટનાના પગલે કિરીટ પટેલે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. પક્ષના આગેવાનો તેમને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કિરીટ પટેલ પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહ્યા છે.

Patan MLA Kirit Patel :આંતરિક કલહના પરિણામો

પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાની ચર્ચા પણ ઉઠી રહી છે. એક તરફ ભાજપ મજબૂત બની રહ્યું છે, જ્યારે કોંગ્રેસમાં આ આંતરિક કલહ આગામી સમયમાં પાર્ટી માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

રાજકીય નિરીક્ષણકારો મુજબ, કિરીટ પટેલની આ ચીમકી સમગ્ર ગુજરાત કોંગ્રેસ માટે સાવધાનીના સંકેત છે અને આગામી દિવસોમાં પક્ષની શિસ્ત અને એકતા પર પડકાર ઊભો કરી શકે છે.

આ પણ વાંચો :Ahmedabad Flower Show:ફ્લાવર શૉ અમદાવાદ: કોને મળશે મફત પ્રવેશ? ઓનલાઈન ટિકિટની જાણકારી