ParliamentSession : નવી સરકાર બન્યા પછી આજથી 18મી લોકસભાનું પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. સૌપ્રથમ ગૃહમાં રાષ્ટ્રગાન થયું, ત્યારબાદ અગાઉના ગૃહના દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ પછી પીએમ મોદીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા. મોદી બાદ તેમની કેબિનેટના લોકસભા સાંસદો શપથ લઈ રહ્યા છે.

ParliamentSession : 18મી લોકસભાના પ્રથમ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે સંસદ ભવન સંકુલમાં કહ્યું કે આજનો દિવસ સંસદીય લોકશાહીમાં ગૌરવપૂર્ણ દિવસ છે, ગૌરવનો દિવસ છે. આઝાદી પછી પહેલીવાર આપણી નવી સંસદમાં આ શપથ લેવામાં આવી રહ્યા છે, અત્યાર સુધી આ પ્રક્રિયા જૂની સંસદમાં થતી હતી. આ મહત્વપૂર્ણ દિવસે, હું તમામ નવા ચૂંટાયેલા સાંસદોનું સ્વાગત કરું છું, તેમને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું.
ParliamentSession : સત્રના પ્રથમ દિવસે ચૂંટાઈને આવેલા તમામ સાંસદોની શપથવિધિ ચાલી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા સાંસદ તરીકે શપથ લીધા હતા. શપથ દરમિયાન, શાસક પક્ષના સાંસદોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા, જ્યારે વિપક્ષે બંધારણની નકલો હવામાં લહેરાવી હતી.

ત્યારબાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉડિયામાં શપથ લીધા. તેમનું નામ બોલતાની સાથે જ વિપક્ષે શેમ-શેમના નારા લગાવીને NEET પેપરની હેરાફેરીનો વિરોધ કર્યો હતો.
અત્યાર સુધીમાં શિવરાજ સિંહ ચૌહાણ, નીતિન ગડકરી, અમિત શાહ, રાજનાથસિંહ, ચિરાગ પાસવાન જેવા દિગ્ગજ નેતાઓએ સંસદમાં શપથ લીધા છે.
ParliamentSession : વિપક્ષ આ મુદ્દાઓ પર પીએમને ઘેરી શકે છે

ParliamentSession : 18મી લોકસભાના શપથગ્રહણ બાદ બે મુખ્ય મુદ્દાઓ પર ફોકસ રહેશે. આમાંથી એક NEET-UG પેપર લીક અને NTA વિવાદ છે, જ્યારે બીજો મુદ્દો નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણીનો છે. લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને થશે અને રાષ્ટ્રપતિ મુર્મુ 27 જૂને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો