Pankaj udhas : ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. લાંબા સમયથી તેઓ બિમાર હતા. પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું આજે 72 વર્ષની વયે નિધન થયું છે. તેમની પુત્રી નાયબે તેમના નિધનની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. ગઝલ ગાયક છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. પંકજ ઉધાસને પ્રખ્યાત ગઝલ ‘ચિઠ્ઠી આયી હૈ’ થી ખૂબ જ ઓળખ મળી.

Pankaj udhas : મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. તેમણે 72 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પંકજની પુત્રી નયાબ ઉધાસે ગાયકના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ સમાચાર જાણ્યા બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુઃખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની આંખોમાં આંસુ સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Pankaj udhas : પંકજ ઉધાસનો પરિચય

પંકજ ઉધાસનો જન્મ ગુજરાતનાં રાજકોટ પાસે જેતપુરમાં એક ચારણ (ગઢવી) પરિવારમાં થયો હતો. તેઓ ત્રણ ભાઇઓમાં સૌથી નાના છે. તેમનાં પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. પંકજ ઉધાસે પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યો હતો. પછી પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેઓએ આગળનો અભ્યાસ મુંબઈની સેંટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.
Pankaj udhas : પંકજ ઉધાસનું કેરિયર

ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનો શ્રેય પંકજ ઉધાસને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને તેમણે ફિલ્મ નામ (૧૯૮૬ ચલચિત્ર)માં ગાયેલા ગાયનોને કારણે ખુબજ પ્રસિદ્ધિ મળી, જેમાં એમનું એક ગીત ચિઠ્ઠી આઈ હૈ અત્યંત લોકપ્રિય થયું. ત્યાર બાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરીકે પોતાનો અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકૉર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચુક્યા છે. ઈ.સ. ૨૦૦૬ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे