Palestinian organization: ‘મહાયુદ્ધ’ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ

0
189
Palestinian organization: 'મહાયુદ્ધ'ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ
Palestinian organization: 'મહાયુદ્ધ'ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ

Palestinian organization: ઈરાન સમર્થક આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે છેલ્લા 10 મહિનામાં ઈઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. આતંકવાદી સંગઠને શનિવારે ગોલાન હાઇટ્સના ફૂટબોલ ગ્રાઉન્ડ પર લેબનોનથી રોકેટ છોડ્યાં હતાં. આ હુમલામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 30 જેટલા લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મોટાભાગના 10-20 વર્ષની વયનાં બાળકો હતા. લેબનિઝ આતંકી જૂથ હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ પર કરાયેલા રોકેટ હુમલા (Attack on Israel) માં 12 ઈઝરાયેલી બાળકોના મોતથી છંછેડાયેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન સમર્થિત આતંકી જૂથ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

Palestinian organization: 'મહાયુદ્ધ'ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ
Palestinian organization: ‘મહાયુદ્ધ’ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ

મજદલ શામ્સ શહેર પાસેના ડ્રૂઝ ગામમાં ફૂટબોલ રમતા બાળકો ઉપર રોકેટ પડતાં 11 બાળકોના કરૂણ નિધન થયા હતા

Palestinian organization: 'મહાયુદ્ધ'ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ
Palestinian organization: ‘મહાયુદ્ધ’ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ

ઈઝરાયલના કબ્જામાં રહેલા ગોલન હાઈટ્સ વિસ્તાર સ્થિત મજદલ શામ્સ શહેર નજીકનાં ડ્રૂઝ ગામ પાસેનાં ખુલ્લાં મેદાનમાં શનિવારે સાંજે ફૂટબોલ રમતાં બાળકો ઉપર રોકેટ્સ પડતાં 11 બાળકોનાં મોત થયાં હતાં. આ સમાચાર અત્યારે યુ.એસ.ની મુલાકાતે ગયેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂને મળતાં તેમણે કહ્યું હતું કે, આ દુષ્ટકૃત્ય કરનાર હિઝબુલહને તે માટે ભારે હિંમત ચૂકવવી પડશે, ઇઝરાયલ તેને જવાબ આપ્યા વિના નહીં રહે.

ઇઝરાયલના વડાપ્રધાનનાં કાર્યાલયે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે હવે વડાપ્રધાન બની શકે તેટલા વહેલા સ્વદેશ પાછા ફરવા માગે છે. તેઓ પ્રમુખ બાયડેનને પણ મળ્યા હતા, અને અમેરિકી સંસદ (કોંગ્રેસ)નાં બંને ગૃહોની સંયુક્ત બેઠકને પણ આ સપ્તાહે સંબોધને કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શનિવારે ઈઝરાયેલના નિયંત્રણવાળા ગોલન હાઈટ્સ વિસ્તાર પર હિઝબુલ્લાહે કરેલાં રોકેટ હુમલામાં સ્ટેડિયમમાં રમી રહેલાં 12  ઈઝરાયેલી બાળકોના મોત નિપજ્યાં હતાં. નેતન્યાહુએ ઘટનાસ્થળની મુલાકાત લઈ આ હુમલાને અત્યંત હિચકારો ગણાવ્યો હતો.

હિઝબુલ્લાહ (Palestinian organization) ઉપર હુમલાની તૈયારી તેજ

ઈઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું કે, હવે તેમાં કોઈ શંકા નથી કે હિઝબુલ્લાહે તમામ હદો પાર કરી દીધી છે. અમે ચોક્કસપણે આનો જવાબ આપીશું. અમે આતંકવાદી સંગઠન સાથે યુદ્ધની શરૂઆતની ખૂબ નજીક છીએ.

દરમિયાન ઇઝરાયલી સેનો કહ્યું હતું કે તે હિઝબુલ્લાહ (Palestinian organization) ઉપર હુમલો કરવા તૈયારીઓ કરી રહ્યું છે. ઇઝરાયલી સેનાઓના પ્રવક્તા રીયલ એડમિરલ ડેનિયલ હેગાકીએ વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, આ હુમલો હીઝબુલ્લાહનો સાચો ચહેરો દર્શાવી આપે છે. તે એક એવું ત્રાસવાદી સંગઠન છે. હું જે બાળકોની પણ હત્યા કરે છે. આ સાથે તેઓએ ગત વર્ષે સાતમી ઓક્ટોબરથી શરૂ કરી હમાસ દ્વારા કરાયેલા પ્રાણઘાતક હુમલાઓની યાદી પણ તેઓનાં પ્લેટફોર્મ પર દર્શાવી હતી, સાથે વર્તમાન ઓલિમ્પિક્સનો ઉલ્લેખ કરતાં તેઓે કહ્યું કે ઇઝરાયલ રમતવીરોની આગામી પેઢીથી પણ તેઓ હત્યા કરી રહ્યા છે.

Palestinian organization: 'મહાયુદ્ધ'ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ
Palestinian organization: ‘મહાયુદ્ધ’ની તૈયારી; હિઝબુલ્લાહના હુમલા પછી ઈઝરાયલ લાલઘૂમ

હુમલો કોણે કર્યો ?

હીઝબુલ્લાહ (Palestinian organization) કહે છે કે તેણે કે તેની સેનાકીય પાંખ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો નથી. તો પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તો પછી તે હુમલો કોણે કર્યો ? નિરીક્ષકો માને છે કે હુમલો કરતાં કરાઈ ગયો પરંતુ વળતા પ્રહારોના ભયે હિઝબુલ્લાહે કહ્યું હશે કે તે દુષ્કૃત્ય અમે નથી કર્યું.

હુમલો તો થયો છે હીઝબુલ્લાહ (Palestinian organization) એ વાતને સ્વીકારે કે નહિ, પરંતુ આ હુમલા પછી ઇઝરાયલ વધુ આક્રમક બનશે. બાળકોનાં નિધન થયાં તે દુખદ જરૂર છે. પરંતુ ઇઝરાયલ અને તેની પાછળ રહેલી અમેરિકા સહિતની પશ્ચિમની સત્તાઓ આવાં આવાં બહાના દર્શાવી યુદ્ધ આગળ ગાઝા-પટ્ટી અને વેસ્ટબેન્કમાંથી આરબોને હાંકી કાઢવા કટિબધ્ધ છે.

હિઝબુલ્લાહ સંગઠન કોણ છે? | Who is the Hezbollah organization?

હિઝબુલ્લાહ શબ્દનો અર્થ છે પાર્ટી ઓફ ગોડ (Party of God). આ સંગઠન પોતાને શિયા ઇસ્લામિક રાજકીય, લશ્કરી અને સામાજિક સંગઠન તરીકે વર્ણવે છે. હિઝબુલ્લાહ લેબનોનમાં એક શક્તિશાળી જૂથ છે. અમેરિકા અને ઘણા દેશો તેને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યા છે.

તે 1980ના દાયકાની શરૂઆતમાં લેબનોન પર ઈઝરાયલના કબજા દરમિયાન ઈરાનની મદદથી બનાવવામાં આવ્યું હતું. 1960-70ના દાયકામાં લેબનોન (Lebanon)માં ઇસ્લામના પુનરાગમન દરમિયાન તેણે ધીમે ધીમે મૂળિયાં જમાવવાનું શરૂ કર્યું.

આમ, હમાસ એ સુન્ની પેલેસ્ટિનિયન સંગઠન (Palestinian organization) છે. જ્યારે હિઝબુલ્લાહ, ઈરાન દ્વારા સમર્થિત શિયા લેબનીઝ પક્ષ છે, પરંતુ ઈઝરાયલના મુદ્દે બંને સંગઠનો એકજૂટ છે. 2020 અને 2023ની વચ્ચે બંને જૂથોએ UAE અને બહેરીન વચ્ચે ઈઝરાયલ સાથેના કરારનો વિરોધ કર્યો હતો.

5 ઈઝરાયલી નાગરિકોના મૃતદેહ મળ્યા

આ પહેલાં 25 જુલાઈના રોજ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ ગાઝામાંથી 5 ઈઝરાયલી નાગરિકોના મૃતદેહ મેળવ્યા હતા. 7 ઓક્ટોબર 2023ના રોજ હુમલા દરમિયાન તેને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યો હતો. ઈઝરાયલી સૈન્યનું કહેવું છે કે, ખાન યુનિસ શહેરમાં એક ઓપરેશન દરમિયાન બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા.

Who is the Hezbollah organization
Who is the Hezbollah organization

IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, ખાન યુનિસમાં ગુપ્ત ઈનપુટ મળ્યા બાદ સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમાં 5 ઈઝરાયલી બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો