પાકિસ્તાનના મંત્રી હિના રબ્બાની ખારનું નિવેદન

0
66

ભારતની હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર સાથે કામ કરવું અશક્ય : રબ્બાની   

હિંદુ-મુસ્લિમના નામે ભારતના ભાગલા પડી રહ્યા છે : રબ્બાની

ભારત વલણ બદલશે તો જ તેમની સાથે વેપાર કરીશું : રબ્બાની

આર્થિક રીતે પાયમાલ થયેલ પાકિસ્તાનની અકડ હજુ પણ બરકરાર છે. તાજેતરમાં ત્યાંના સૌથી અમીર બિઝનેસમેને સલાહ આપી હતી કે, પાકિસ્તાનને કોઇપણ સંજોગોમાં જલ્દીમાં જલ્દી ભારત સાથે વેપાર કરવો જોઈએ. જોકે આ વાતને લઈને પાકિસ્તાનની સરકાર નનૈયો ભણી રહી છે. પાકિસ્તાનના રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે કહ્યું છે કે, “ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સાથેના ખરાબ સબંધોના કારણે વેપાર શરુ થવાની કોઈ શક્યતા હાલમાં નજરે પડી રહી નથી.” 

“હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર સાથે કામ કરવું અશક્ય”

તેમણે વધુમાં કહ્યું હતું કે, “ભારતમાં હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર સાથે કામ કરવુ શક્ય નથી. ભારતમાં જે પાર્ટી અને તેના લોકો સત્તામાં છે, તેમની પાકિસ્તાન સાથેના જે મુદ્દા છે તેનો ઉકેલ લાવવાની કોઈ ઈચ્છા જ નથી. તેઓ સમસ્યાઓને વધારવા માંગે છે. ભારતની હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર હિન્દુ અને મુસ્લિમના નામ પર દેશના ભાગલા પાડી રહી છે અને તેના કારણે પાકિસ્તાનને તેની સાથે વેપાર સબંધો શરુ કરવાની કોઈ ઈચ્છા નથી. ભારત જો પોતાનુ વલણ બદલે તો પાકિસ્તાન વાતચીતને ફરી શરુ કરવા માટે તૈયાર છે.” આ એક વાર નથી કે પાકિસ્તાને ભારતની ટીકા કરી હોય. વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ