પાકિસ્તાન ચૂંટણીઃ કોણ બનશે પાકિસ્તાનના કાર્યકારી પ્રધાનમંત્રી? આ પાંચ નામો પર ચર્ચા

0
257
પાકિસ્તાન
પાકિસ્તાન

પાકિસ્તાનમાં વર્તમાન પ્રધાનમંત્રી શાહબાઝ શરીફનો કાર્યકાળ આવતા મહિને પૂરો જવા થઈ રહ્યો છે ત્યારે હવે નવા કાર્યવાહક પ્રધાનમંત્રી નામને લઈને પાડોશી દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. આ સાથે જ નવેમ્બરમાં સામાન્ય ચૂંટણી માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આટલા લાંબા સમય સુધી દેશના કામકાજને સંભાળવા માટે કાર્યકારી સરકારની રચના કરવી પડશે. આવી સ્થિતિમાં કાર્યકારી સરકારની ચૂંટણીને લઈને શાસક પીડીએમ ગઠબંધનમાં ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે આગામી પ્રધાનમંત્રી કોણ હશે તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે,

સહયોગી પક્ષોએ કુલ પાંચ નેતાઓને ચૂંટ્યા

દુબઈમાં આ મુદ્દે ગઠબંધન સહયોગી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ આસિફ અલી ઝરદારી નવાઝ શરીફ સાથે અવારનવાર બેઠકો કરી રહ્યા છે. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો છે કે સહયોગી પક્ષોએ કુલ પાંચ નેતાઓને ચૂંટ્યા છે, જેમાંથી એકને કાર્યકારી વડાપ્રધાન બનાવવામાં આવી શકે છે.  પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફના જણાવ્યા અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ નિર્ણય લીધો છે કે કાર્યકારી વડા પ્રધાન પદ માટે એક રાજકારણીની પસંદગી કરવામાં આવશે અને પાંચ નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જોકે તેમણે અંતિમ નિર્ણય માટે કોઈ તારીખ આપી નથી. ખ્વાજા આસિફે ફક્ત એટલું જ કહ્યું કે પીપીપી અને પીએમએલ-એનએ મળીને ચારથી પાંચ નામો ફાઈનલ કર્યા છે જેના પર અન્ય પાર્ટીઓ સાથે ચર્ચા કરવામાં આવશે તેમજ એક અઠવાડિયામાં એક નામ ફાઈનલ કરવામાં આવશે.

90 દિવસમાં ચૂંટણી શક્ય

પાકિસ્તાની રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે મારા મતે ચૂંટણી 90 દિવસમાં થવી જોઈએ અને તે આપણા માટે યોગ્ય પણ છે. મારો અંગત મત છે કે ચૂંટણી 90 દિવસ પહેલા થઈ જવી જોઈએ. મને લાગે છે કે નેશનલ એસેમ્બલી તેના કાર્યકાળના બે દિવસ પહેલા ભંગ કરી દેવામાં આવશે. આ સિવાય તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમણે ન તો કાર્યકારી વડાપ્રધાન પદ માટે નાણા મંત્રી ઈશાક ડારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ન તો કોઈપણ સ્તરે કોઈ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ડારે ક્યારેય કોઈ મંચ પર આવો ઈરાદો વ્યક્ત કર્યો નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં એવી અફવા હતી કે ઇશાક ડાર કાર્યકારી વડાપ્રધાન પદ માટે સંભવિત ઉમેદવાર છે. જો કે ડાર કે અન્ય કોઈ પીએમએલ નેતાએ અફવાઓને ફગાવી નથી. ઉલટાનું આયોજન મંત્રી અહેસાન ઈકબાલે કહ્યું કે નાણામંત્રીને આ પદ પર નિયુક્ત કરી શકાય છે. બાદમાં સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે ડારના નામાંકનના દાવાને ફગાવી દીધો હતો અને પીપીપીએ પણ તેમની નિમણૂકનો વિરોધ કર્યો હતો.

શાહબાઝ ફઝલુર રહેમાન સાથે વાત કરશે

જેયુઆઈએફ સેનેટર કામરાન મોર્તઝાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ જેયુઆઈએફના વડા ફઝલુર રહેમાન સાથે ચર્ચા કર્યા બાદ એક-બે દિવસમાં કાર્યકારી વડાપ્રધાનની પસંદગી અંગે અંતિમ નિર્ણય લેશે. આ ઉપરાંત ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ PM શહેબાઝ શરીફ અને નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ દ્વારા કરવામાં આવશે કારણ કે તે જ અંતિમ નિર્ણય માટે માન્ય રહેશે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ રહેલા સેનેટર કામરાને કહ્યું કે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટના દરેક સભ્ય પક્ષને તેની ભલામણો રજૂ કરવાનો અધિકાર છે પરંતુ અંતિમ નિર્ણય ગઠબંધનના નેતૃત્વ દ્વારા લેવામાં આવશે.