ઇમરાન ખાન વિરુદ્ધ મોટો ખેલ પાડવાની તૈયારીમાં પાકિસ્તાની સેના

0
166

ઇમરાન વિરુદ્ધ સેનામાં વિદ્રોહને ઉશ્કેરવા બદલ કેસ દાખલ કરવામાં આવશે

આર્મી એક્ટ હેઠળ કેસ દાખલ થશે તો ઇમરાન લાંબા સમય સુધી જેલમાં જશે

પાકિસ્તાનનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી ગરમાયું છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ઈમરાન ખાન સામે મોટો ખેલ પાડવાની તૈયારી કરી છે. સેનાએ પાકિસ્તાનની તમામ ટીવી ચેનલોને બોલાવીને કહ્યું છે કે ન તો ઈમરાન ખાનનું ભાષણ બતાવવામાં આવે અને ન તો કોઈ સમાચારમાં તેમના નામનો ઉલ્લેખ આવે. સૂત્રો મુજબ, આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના આદેશ પર ઈમરાન ખાન વિરુદ્ધ સેનામાં વિદ્રોહને ઉશ્કેરવા બદલ કેસ દાખલ કરવામાં આવશે. જો ઈમરાન ખાન વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ કેસ દાખલ થશે તો તે લાંબા સમય સુધી જેલમાં જશે. પાકિસ્તાની સેનાને આશા છે કે, મીડિયામાં ઈમરાન ખાનને બ્લેક આઉટ કરવાથી જનતાને નિયંત્રિત કરવામાં સરળતા રહેશે. ઇમરાન ખાન જેલમાં હશે ત્યારે જ સેના અને શાહબાઝ સરકાર ચૂંટણી યોજશે. ઈમરાન ખાન આ ચૂંટણીમાં લડી શકશે નહીં અને તેમની રાજકીય કારકિર્દી હાલ પૂરતી ખતમ થઈ જશે.