શું છે શિમલા કરાર ? – જમ્મુ-કાશમીરના પહલગામના બૈસારનમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સિંધુ જળ સમજૂતી સસ્પેન્ડ કરવા સહિત અનેક આકરાં પગલાંની જાહેરાત કરી છે. તેના જવાબમાં પાકિસ્તાને પણ ભારતીય વિમાનો માટે હવાઈ સરહદો બંધ કરવા સહિત ભારતે લીધા તેવા જ પગલાં લેવાની જાહેરાત કરી.
પાકિસ્તાન કરાર સસ્પેન્ડ
જોકે, પાકિસ્તાને જે સૌથી મોટી જાહેરાત કરી છે તે શિમલા કરાર સસ્પેન્ડ કરવાની છે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરાં પગલાંની જાહેરાત કર્યાના બીજા દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે ઉતાવળે નેશનલ સિક્યોરિટી કમિટિની બેઠક બોલાવી હતી, જેમાં આ નિર્ણયો લેવાયા હતા. પાકિસ્તાને ભારત પર આંતરરાષ્ટ્રીય કાયદા અને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવોનો ભંગ કરવાનો આરોપ લગાવીને શિમલા સમજૂતી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.
ભારત સાથેની બધી જ દ્વિપક્ષીય સમજૂતીને રદ
પાકિસ્તાને કહ્યું કે, તે શિમલા સમજૂતી સહતિ ભારત સાથેની બધી જ દ્વિપક્ષીય સમજૂતીને રદ કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. આજના સંદર્ભમાં શિમલા કરારનું મહત્વ કેટલું છે અને પાકિસ્તાન તેને રદ કરે તો શું થાય તે જોઈએ.

શિમલા કરાર ફરી ચર્ચાનું કેન્દ્ર
પાકિસ્તાનની ધમકીના પગલે શિમલા કરાર ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 1971ના નિર્ણાયક યુદ્ધ બાદ શાંતિ સ્થાપિત કરવા માટે 1972માં બંને દેશોએ શિમલા કરાર કર્યો હતો. ભારતના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જુલ્ફિકાર અલી ભુટ્ટોએ 2 જુલાઈ 1972ના રોજ શિમલા શહેરમાં એક કરાર પર હસ્તાક્ષર કર્યા, જેને શિમલા કરાર કહેવાય છે. ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ જાળવી રાખવાની દિશામાં આ એક ઐતિહાસિક પ્રયત્ન હતો.

1971 એકબીજા વિરુદ્ધ હિંસા અથવા સૈન્ય બળનો પ્રયોગ નહીં કરવા
શિમલા કરારમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતી બની હતી. ભારત અને પાકિસ્તાને બંને વચ્ચેના બધા જ વિવાદોનો ઉકેલ દ્વિપક્ષીય પારસ્પરિક વાતચીથી કરવાનું સ્વીકાર્યું હતું. તેમાં સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અથવા અન્ય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થા અસ્વીકાર કરાઈ હતી. ભારત માટે આ એક વ્યૂહાત્મક વિજય હતો, કારણ કે પાકિસ્તાન વારંવાર કાશ્મીરનો મુદ્દો આંતરરાષ્ટ્રીય મંચો પર ઉઠાવવાનો પ્રયત્ન કરતું હતું. બંને દેશોએ એકબીજા વિરુદ્ધ હિંસા અથવા સૈન્ય બળનો પ્રયોગ નહીં કરવા અને બધા જ મુદ્દાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું. 1971ના યુદ્ધ પછીની સ્થિતિ મુજબ નવી નિયંત્રણ રેખા નિશ્ચિત કરાઈ હતી.
ભારતે પાકિસ્તાનના લગભગ 93,000 યુદ્ધ કેદીઓને કોઈપણ વધારાની શરત વિના છોડી મૂક્યા. સાથે જ ભારતે યુદ્ધમાં જે જમીન પર કબજો કર્યો હતો, તેનો મોટોભાગ પાકિસ્તાનને પાછો આપી દીધો હતો. શિમલા સમજૂતીની સૌથી મોટી અસર કાશ્મીર મુદ્દા પર પડી. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર લઈ જતું, પરંતુ શિમલા કરાર તેને દ્વિપક્ષીય સંવાદ સુધી મર્યાદિત કરી દે છે.
Pahalgam Terror Attack હવે એક ના બદલે 10 માથા જોઈએ !! | Power Play 1886 | VR LIVE