Pahalgam : હુમલાના કારણે ચારધામ યાત્રા પર અસર #pahalgam #chardhamyatra #terrorattack #pahalgamattack #terroristattack

0
77

Pahalgam : હુમલાના કારણે ચારધામ યાત્રા પર અસર, ગુજરાતમાં ચારધામ યાત્રા માટે કરાવેલું 50 ટકા બુકિંગ કેન્સલ, પાકિસ્તાનીઓ માટે નો એન્ટ્રી #pahalgam #chardhamyatra #terrorattack #pahalgamattack

Pahalgam નજીક બાયરસનમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીર પ્રવાસનું  મોટાભાગનુ બુકિંગ કેન્સલ થયુ છે. ટુરિસ્ટોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. કાશ્મીરના આતંકી હુમલાની ચારધામ યાત્રાને પણ અસર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વખતે ગુજરાતમાં ચારધામ યાત્રામાં પણ 50 ટકા બુકિંગ કેન્સલ થયા છે. કેટલાંય ગુજરાતી યાત્રાળુઓએ ચારધામ યાત્રાએ જવાનુ માંડી વાળ્યુ છે. આ કારણોસર ગુજરાતી ટુર ઓપરેટરોને ઉનાળુ વેકેશનની સિઝન જાણે માથે પડી છે. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ગુજરાતી ટુરિસ્ટોની નજર કેરાલા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પર પડી છે. ઉનાળુ વેકેશનમાં રજા ગાળવા કાશ્મીર ગુજરાતીઓ કાશ્મીર જવાનું નક્કી કર્યુ હતું પરંતુ, હાલની પરિસ્થિતિ જોતાં મોટાભાગના કાશ્મીર ટુર પ્રવાસો રદ થયા છે. આ તરફ, મે-જૂનમાં ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે પહલગામ આતંકી હુમલાની ઇફેક્ટ ટુરિઝમ વ્યવસાય પર પડે તેમ છે.

ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો, Pahalgam હુમલા બાદ પાકિસ્તાનીઓ હવે ચારધામ યાત્રા નહીં કરી શકે.

Pahalgam : હુમલાના કારણે ચારધામ યાત્રા પર અસર
pahalgam, #chardhamyatra, #terrorattack, #pahalgamattack, #terroristattack,

ઉત્તરાખંડમાં 30 એપ્રિલ 2025 થી શરૂ થનારી ચારધામ યાત્રા અંગે સરકારે કડક નિર્ણય લીધો છે. આ યાત્રામાં ભાગ લેવા પર પાકિસ્તાની હિન્દુઓને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે પાકિસ્તાની હિન્દુઓ ચારધામ યાત્રા નહીં કરી શકે. 30 એપ્રિલ એટલે કે, ૧ દિવસ બાદ ચારધામની યાત્રા શરુ થશે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં ભક્તોએ રજિસ્ટ્રેશન કર્યું છે. આ વખતે ચારધામ યાત્રા માટે અંદાજે 21 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની હિન્દુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલે કે,હવે પાકિસ્તાની હિન્દુઓ ચારધામ યાત્રા નહીં કરી શકે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની હિંન્દુઓ માટે ચારધામની યાત્રામાં આવવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે.

કેદારનાથ,બદ્રીનાથ,ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રા કરવા માટે પાકિસ્તાનથી અંદાજે 77 લોકએ રજિસ્ટ્રેશન કર્યું હતુ.

Pahalgam : હુમલાના કારણે ચારધામ યાત્રા પર અસર
pahalgam, #chardhamyatra, #terrorattack, #pahalgamattack, #terroristattack,

આ વખતે ચારધામની યાત્રા માટે યૂનાઈટેડ સ્ટેટ,નેપાલ અને મલેશિયાથી સૌથી વધારે ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 24729 વિદેશી યાત્રિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આમાંથી પાકિસ્તાનથી કુલ 77 લોકએ ચારધામની યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પહેલગામમાં પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલાથી આખા દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી આવનારા લોકો ને વિઝા ન આપવાની સાથે ભારતમાં રહેલા પાકિસ્તાનના લોકોને પરત ફરવાનો આદેશ આપ્યો છે.

સાયટીકા | Family Doctor 1624 | VR LIVE

પશુ પક્ષીના અવાજ અને શુકન અપશુકન? ભવિષ્યવાણી232VRLIVE

Pahalgam