પહલગામ હુમલામાં આતંકી મુદ્દે માત્ર વિપક્ષ જ નહીં, અમેરિકા અને બ્રિટન સહિત આખી દુનિયા ભારતની સાથે છે. અમેરિકન સરકારે અમેરિકાના ખ્યાતનામ અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના પહલગામ હુમલા મુદ્દે કરાયેલા રિપોર્ટિંગની આકરી ટીકા કરીને તેનો પુરાવો આપ્યો છે. પહલગામમાં આતંકી હુમલાનું રિપોર્ટિંગ કરતા ન્યૂયોર્ક ટાઈમ્સે આ ઘટનાને હળવી કરવા માટે ‘ટેરરિસ્ટ’ એટલે કે આતંકીઓના બદલે ‘મિલિટન્ટ્સ’ એટલે કે ઉગ્રવાદી અને ‘બંદૂકધારી’ ગણાવ્યા હતા. આતંકવાદી અને ઉગ્રવાદી વચ્ચે શું છે અંતર જાણીએ…
પહલગામ હુમલા ન્યૂયોર્ક ટાઈમ્સની હેડલાઈન
યુએસ હાઉસ ફોરેન અફેર્સ કમિટિએ ન્યૂયોર્ક ટાઈમ્સની હેડલાઈનમાં મિલિટન્ટના બદલે ટેરરિસ્ટ શબ્દ લખ્યો અને અખબારની ઝાટકણી કાઢી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં યુએસ હાઉસ ફોરેન અફેર્સ કમિટિએ અખબાર દ્વારા શબ્દોની પસંદગીની ટીકા કરતા લખ્યું કે, ન્યૂયોર્ક ટાઈમ્સ, અમે તમારી ભૂલ સુધારી દીધી છે. પહલગામનો હુમલો માત્ર આતંકી હુમલો હતો. ભારત હોય કે ઈઝરાયેલમાં આતંકવાદની વાત હોય ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સ વાસ્તવિક્તાથી જોજનો દૂર હોય છે. અખબાર શબ્દોની રમત રમીને આ રીતે આતંકી હુમલાઓને હળવો ગણાવતું રહ્યું છે.
પહલગામ હુમલા ન્યૂયોર્ક ટાઈમ્સ મુખ્ય અંતર
ઉગ્રવાદી અને આતંકવાદી વચ્ચે ઘણુ અંતર છે. બંને વચ્ચે મુખ્ય અંતર તેમના આશયો, રીત અને પ્રભાવમાં છે. ઉગ્રવાદી વ્યક્તિ અથવા જૂથ તેમના રાજકીય, સામાજિક અથવા ધાર્મિક વિચારોને આક્રમક રીતે લાગુ કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે હિંસક હોય તે જરૂરી નથી. તેમનો આશય કોઈ વિચારધારા, નીતિ અથવા પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો છે. બીજીબાજુ આતંકવાદી વ્યક્તિ અથવા જૂથ તેમના રાજકીય, ધાર્મિક, વૈચારિક લક્ષ્યોને હાંસલ કરવા ઈરાદાપૂર્વક હિંસા, ભય અને આતંક ફેલાવે છે.
તે વિશેષરૂપે સામાન્ય નાગરિકોને નિશાન બનાવે છે. તેમનો આશય સમાજમાં ડર પેદા કરવાનો, સરકારને અસ્થિર કરવાનો છે. ઉદાહરણરૂપે સમજીએ તો છત્તીસગઢ, તેલંગણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશમાં ચાલતો નક્સલવાદ એક પ્રકારનો ઉગ્રવાદ છે. તેઓ દેશમાં કોમ્યુનિસ્ટ વિચારધારા લાગુ કરવા માગે છે, જેના માટે તેઓ સુરક્ષાદળો પર હિંસક હુમલા પણ કરે છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના પીઠબળથી ચાલતી હિંસા આતંકવાદ છે. તેમનો આશય કેન્દ્ર સરકારને અસ્થિર કરવાનો અને અરાજક્તા ફેલાવવાનો છે.

Pahalgam Terror Attack હવે એક ના બદલે 10 માથા જોઈએ !! | Power Play 1886 | VR LIVE