Organ donation: અંગદાન પહેલા જ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન, દીકરીના લગ્નના દિવસે જ પિતાએ લીધી અંતિમ વિદાય

0
137
Organ donation
Organ donation

Organ donation: સુરતના જાણીતા બિલ્ડર અને ઉદ્યોગપતિ તુષાર ઘેલાણીનું કરુણ અવસાન થયું છે. પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી માથામાં ગોળી મારી આપઘાત કરવાનો પ્રયાસ કર્યા બાદ છેલ્લા ચાર દિવસથી તેઓ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા. ગતરોજ તબીબોએ તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યા હતા. આ કપરી સ્થિતિમાં પણ પરિવારે માનવતાનો દાખલો આપતાં અંગદાન માટે સંમતિ આપી હતી, પરંતુ અંગદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ તુષાર ઘેલાણીને કાર્ડિયાક અરેસ્ટ આવતા માત્ર ચક્ષુદાન જ શક્ય બન્યું.

Organ donation

Organ donation: દીકરીના લગ્નની તારીખે જ ઘરમાં છવાયો શોક

આજે 5 ફેબ્રુઆરીના રોજ તુષાર ઘેલાણીની દીકરીના લગ્નની તારીખ નક્કી કરાઈ હતી. ઘરમાં લગ્નની તૈયારીઓ, સજાવટ અને ખુશીનો માહોલ હતો, પરંતુ એ જ દિવસે પિતાએ અંતિમ શ્વાસ લેતા સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. લગ્નના મંડપમાંથી અંતિમયાત્રા નીકળતા દૃશ્યો જોઈ સૌની આંખો ભીની થઈ ગઈ હતી.

Organ donation: ચાર દિવસ સુધી ICUમાં સારવાર, ગતરોજ જાહેર થયા ‘બ્રેઈન ડેડ’

ઉલ્લેખનીય છે કે 1 ફેબ્રુઆરીના રોજ દીકરીના લગ્નની કંકોતરી લેખનનો પ્રસંગ હતો. તેની આગલી રાત્રે તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને 9 MM રિવોલ્વરથી માથામાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાર દિવસ સુધી ICUમાં સારવાર ચાલી. જોકે ગંભીર ઇજાઓના કારણે ગતરોજ ડોક્ટરોએ તેમને ‘બ્રેઈન ડેડ’ જાહેર કર્યા હતા.

Organ donation

Organ donation: અંગદાનની તૈયારી દરમિયાન આવ્યો કાર્ડિયાક અરેસ્ટ

પરિવારે અંગદાન માટે સંમતિ આપતા જ ‘ડોનેટ લાઇફ’ સંસ્થાની ટીમ મહાવીર હોસ્પિટલ પહોંચી હતી. લીવર, હાથ અને ચક્ષુદાન માટેની પ્રક્રિયા હાથ ધરવાની તૈયારી ચાલી રહી હતી. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની ટીમ પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત તરફ રવાના થઈ ચૂકી હતી. પરંતુ ઓટીમાં ટ્રાન્સફર કરતી વેળાએ જ તુષાર ઘેલાણીને અચાનક ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. 15થી 20 મિનિટ સુધી CPR આપવામાં આવી, પરંતુ અંતે સવારે 10:20 વાગ્યે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. હૃદય બંધ પડી જવાથી અન્ય મહત્વના અંગો નિષ્ફળ થતા માત્ર આંખોનું દાન જ થઈ શક્યું.

Organ donation

Organ donation: બપોરે 2:30 વાગ્યે અંતિમયાત્રા, દીકરીઓએ આપી પિતાને કાંધ

અંગદાન અને પોસ્ટમોર્ટમની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે બપોરે 2:30 વાગ્યે તુષાર ઘેલાણીની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ઉમરા સ્મશાન પહોંચી હતી. બંને દીકરીઓએ પિતાને કાંધ આપી હતી. અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાને બદલે મોટી દીકરીએ પિતાને અગ્નિદાહ આપતા સમગ્ર સ્મશાન ગમગીન બની ગયું હતું. અંતિમ સંસ્કારમાં સુરતના અગ્રણી બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, મિત્રો અને સગાસંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Organ donation: પરિવારનો માનવતાપૂર્ણ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ

આ દુઃખની ઘડીમાં પણ તુષાર ઘેલાણીના પરિવારજનોએ અંગદાન માટે સંમતિ આપી જે સમાજ માટે પ્રેરણારૂપ છે. ભલે અન્ય અંગોનું દાન શક્ય ન બન્યું, પરંતુ ચક્ષુદાન દ્વારા તુષાર ઘેલાણી અન્યના જીવનમાં પ્રકાશ પાથરશે. પરિવારના આ નિર્ણયને લઈ સમાજના વિવિધ વર્ગોએ તેમને સલામ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

Korean Culture: કોરિયન કલ્ચરમાં એવું શું ખાસ, જેના બાળકો પણ દીવાના? 3 બહેનોએ કર્યું સુસાઈડ