OpenAI : કૃત્રિમ બુદ્ધિ આધારિત પ્રોડક્ટ્સ બનાવતી અમેરિકન કંપની ઓપન એઆઈ એ જાહેર કર્યું છે કે તેના કેટલાક API પ્રોડક્ટ વપરાશકર્તાઓની માહિતી ડેટા લીકનો શિકાર બની છે. આ ડેટા લીક OpenAI ના પોતાના સર્વર્સમાંથી નહીં, પરંતુ તેના થર્ડ-પાર્ટી ડેટા એનાલિટિક્સ પ્રદાતા Mixpanel માં આવેલી ખામીને કારણે થયો છે. કંપનીએ જણાવ્યું છે કે ChatGPT અથવા OpenAIની મુખ્ય સિસ્ટમો પર તેનો કોઈ પ્રભાવ પડ્યો નથી.
OpenAI : શું ડેટા લીક થયો?

ઓપન એઆઈ મુજબ, આ ડેટા ભંગથી API એકાઉન્ટ્સની પ્રોફાઇલ-લેવલ માહિતી બહાર પડી છે. તેમાં શામેલ છે:
- એકાઉન્ટ નામ
- સંકળાયેલ ઇમેઇલ સરનામાં
- શહેર, રાજ્ય અને દેશ જેવી લોકેશન વિગતો
- ઓપરેટિંગ સિસ્ટમ અને બ્રાઉઝર માહિતી
- રિફરિંગ વેબસાઇટ્સ અને સંસ્થાઓ
- વપરાશકર્તા ID
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે પાસવર્ડ, API કી, અથવા કોઈપણ સંવેદનશીલ/પ્રમાણીકરણ સંબંધિત માહિતી લીક થઈ નથી.
OpenAI હવે શું પગલાં લઈ રહી છે?

કંપનીએ 25 નવેમ્બરે આ ડેટા લીકની જાણ થતાં જ તાત્કાલિક પગલા લીધા છે:
- તેની પ્રોડક્શન સિસ્ટમમાંથી Mixpanelને સંપૂર્ણ રીતે દૂર કર્યું.
- સર્વ તૃતીય-પક્ષ ભાગીદારોનું સિક્યોરિટી ઓડિટ શરૂ કર્યું.
- ભવિષ્યમાં આવી ભૂલો ટાળવા સુરક્ષા માપદંડો કડક કરાયા.
- અસરગ્રસ્ત તમામ કંપનીઓ, એડમિન અને વપરાશકર્તાઓને સૂચનાઓ મોકલવાનું શરૂ કર્યું.
અસરગ્રસ્ત વપરાશકર્તાઓ માટે સાવચેતીની ચેતવણી

OpenAIએ વપરાશકર્તાઓને ચેતવણી આપી છે કે લીક થયેલા ડેટાનો દુરુપયોગ ફિશિંગ અથવા અન્ય સાયબર હુમલો કરવા માટે થઈ શકે છે.
- ઓપન એઆઈ તરફથી આવતા ઇમેઇલ્સને ધ્યાનથી તપાસવા.
- શંકાસ્પદ લિંક્સવાળા અથવા વ્યક્તિગત માહિતી માંગતા ઇમેઇલ્સથી સાવચેત રહેવું.
- કંપનીએ ફરીથી સ્પષ્ટ કર્યું છે કે તે ક્યારેય પાસવર્ડ, API કી અથવા વેરિફિકેશન કોડ માંગતી નથી.
આ ઘટનાએ ડિજિટલ સુરક્ષાની સંવેદનશીલતા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે અને ટેક્નોલોજી કંપનીઓને તેમનાં તૃતીય-પક્ષ સેવા પ્રદાતાઓની સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવાની તકેદારી આપી છે.
વધારે સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો
VladimirPutin : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવશે ભારત , ભારત-રશિયાની મુલાકાતથી સબંધો વધુ મજ




