પાકિસ્તાન પર વધુ એક સંકટ :  વિદેશી કંપનીઓ બિઝનેસ કરશે બંધ

0
91
પાકિસ્તાન વિદેશ કંપની
પાકિસ્તાન વિદેશ કંપની

પાકિસ્તાન ઉપર એક પછી એક આર્થિક સંકટ આવી રહ્યુ છે,,ચીને આર્થિક કરવા છતાં તેની મુશ્કેલી ઓછી થવાની નામ નથી લઇ રહી છે, હવે પાકિસ્તાનમાં રહેલી વિદેશી કંપનીઓ પોતાનો કારોબાર સમેટી રહી છે, નાદારી તરફ ધસી રહેલા પાકિસ્તાન પર સંકટ પર સંકટ આવતું જોવા મળ્યું હતું. આમ તો ચીને એક બિલિયન ડૉલરના લોનની મદદ કરતા પાકિસ્તાનને આંશિક રાહત થઈ છે, જોકે વિદેશી કંપનીઓ ને પાકિસ્તાન પરથી વિશ્વાસ ઉઠતો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 2 મોટી વિદેશી કંપનીઓ એ પાકિસ્તાનમાંથી પોતાનો બિઝનેસ સમેટી લેવાની જાહેરાત કરી છે.

આ વિદેશી કંપની પાકિસ્તાનમાં બિઝનેસ  કરશે બંધ ?

હાલ વાહન કંપની ટોયોટાને લઈ મોટા અહેવાલ સામે આવ્યા છે. બિઝનેસ ટુડેના એક અહેવાલ મુજબ બ્રિટનની તેલ અને ગેસ કંપની શેલ બાદ જાપાનની વાહન કંપની ટોયોટાએ પાકિસ્તાનમાં બિઝનેસ બંધ કરવાની તૈયારી કરી રહી છે. અહેવાલો અનુસાર બલૂચિસ્તાનના પત્રકાર સફર ખાનનું કહેવું છે કે, ટોયોટા ઈન્ડસ મોટર્સ પાકિસ્તાનમાં પોતાનો પ્લાન્ટ કાયમી ધોરણે બંધ કરવા તૈયારી કરી રહી છે અને કંપની પાકિસ્તાનના માર્કેટમાંથી હંમેશા માટે બહાર નીકળી જશે.

ટોયોટાએ પાકિસ્તાનમાં ઉત્પાદન બંધ કર્યું

પાકિસ્તાનમાં ઈન્ડસ મોટર્સ ટોયોટા વાહનોનું ઉત્પાદન કરે છે. જોકે ટોયોટા કે ઈન્ડસ મોટર્સ તરફથી હજુ સુધી આ અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરાઈ નથી. અગાઉ ટોયોટા ઈન્ડર્સ મોટર્સે આ મહિનાની શરૂઆતમાં ઉત્પાદન બંધ કરી દીધું હતું. સપ્લાય ચેઈનમાં સમસ્યા આવતા કંપનીએ ઉત્પાદન બંધ કરી દીધું હતું. ત્યારબાદ કંપનીએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જના જનરલ મેનેજરને પણ આ અંગે જાણ કરી હતી.

શેલે પાકિસ્તાનમાં પોતાનો બિઝનેસ વેચવાની કરી હતી જાહેરાત

જો આ રિપોર્ટ સાચો હશે તો માત્ર ટોયોટા જ પાકિસ્તાનમાં બિઝનેસ બંધ કરનારી પ્રથમ વિદેશી કંપની નહીં હોય… આ અગાઉ બ્રિટિશ ઓઈલ એન્ડ ગેસ કંપની શેલે પાકિસ્તાનમાં પોતાનો બિઝનેસ વેચવાની જાહેરાત કરી ચુકી છે. બહુરાષ્ટ્રીય પેટ્રોલિયમ કંપની શેલે આ મહિને જણાવ્યું હતું કે, તેણે પાકિસ્તાન માર્કેટમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. શેલનું કહેવું છે કે, ગયા વર્ષે વિનિમય દર, પાકિસ્તાની રૂપિયામાં ઘટાડો અને બાકી રકમ વગેરેને કારણે તેને મોટું નુકસાન થયું હતું.

પાકિસ્તાનમાં શેલનો બિઝનેસ

શેલ પાકિસ્તાનમાં પેટ્રોલ પંપના સૌથી મોટા નેટવર્કમાંની દિગ્ગજ કંપની છે. બ્રિટિશ કંપની શેલ પાડોશી દેશમાં પાકિસ્તાન નામથી બિઝનેસ ચલાવે છે અને તેમાં શેલનો 77 ટકા હિસ્સો છે. આવી સ્થિતિમાં શેલના બહાર નીકળવાના કારણે આ પેટ્રોલ પંપ બંધ થઈ શકે છે. ઉપરાંત શેલ પાકિસ્તાનની પાક અરબ પાઈપલાઈન કંપનીમાં પણ 26 ટકા હિસ્સો ધરાવે છે અને તેને પણ વેચવાના પ્રયાસો ચાલુ છે.