31મી ઓક્ટોબરે PMમોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

0
172
31મી ઓક્ટોબરે PMમોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે
31મી ઓક્ટોબરે PMમોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ ની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણીના સંરક્ષણ સાથે થઈ રહ્યો છે.31મી ઓક્ટોબરે વડાપ્રધાન એકતાનગરનો વિકાસગ્રીન ઈનિશિયેટિવ હેઠળ વડાપ્રધાન ૩૦ ઇ-બસો અને 210 પબ્લિક બાઇક શેરિંગના લોન્ચ સહિત પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.રૂ.100 કરોડના ખર્ચે એકતાનગર ખાતે મુલાકાતીઓ માટે બનાવવામાં આવશે વિઝિટર સેન્ટર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે રૂ.7.5 કરોડના ખર્ચે ફ્રિસ્કિંગ બૂથ સાથે વૉક-વેનું નિર્માણ સરદાર પટેલ જયંતી નિમિત્તે આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમાની પાદપૂજા કરીને સમગ્ર દેશવાસીઓ તરફથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે અને તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ પણ લેવડાવશે. વડાપ્રધાનઆ વર્ષે યોજાનારા ‘આરંભ’ (AARAMBH) કાર્યક્રમમાં હાજરી આપી ઓફિસર તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આરંભ કાર્યક્રમનું  આ પાંચમું સંસ્કરણ હશે, જેની આ વર્ષની થીમ છે, ‘હારનેસિંગ ધ પાવર ઓફ ડિસરપ્શન’. આ સાથે જ વડાપ્રધાનના હસ્તે  વિવિધ વિકાસકામો અને પ્રવાસન આકર્ષણોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેમાં ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ 5 પ્રોજેક્ટ્સ, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું  લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઇ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUADTGA) પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણી (નેચર, વોટર એન્ડ કલ્ચર)ના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ કરવા માટે પ્રતિબદ્ધ છે.

વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ