OmBirla : લોકસભાના સ્પીકર પદે NDAના ઉમેદવાર ઓમ બિરલાની જીત, સતત બીજીવાર લોકસભા અધ્યક્ષ બનવાનો રેકોર્ડ  

0
319
OmBirla
OmBirla

OmBirla :  મોદી 3.0 સરકારને પ્રાથમિક તબક્કામાં લોકસભા સ્પીકરની પસંદગીમાં જીત મળી છે, NDA ગઠબંધન તરફથી લોકસભા અધ્યક્ષ પદના ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ તરીકે પસંદગી થઇ છે, તેઓની ગૃહમાં ધ્વની મતથી વિજય થયો છે.

OmBirla : બીજેપી સાંસદ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉમેદવાર ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. વિરોધ પક્ષ તરફથી કે સુરેશના નામની દરખાસ્ત કરવામાં આવી હતી.

OmBirla

આ પછી પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબે ગૃહની કાર્યવાહી આગળ વધારી અને દરેકની સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. વોઇસ વોટના આધારે તેમણે ઓમ બિરલાને લોકસભા અધ્યક્ષની જવાબદારી સંભાળવા આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન ખાસ વાત એ હતી કે પીએમ મોદી અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુની સાથે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આમ બિરલાને બેઠક પર લેવા પહોંચ્યા હતા. કોંગ્રેસે ગઈકાલે રાત્રે જ રાહુલને વિપક્ષના નેતા તરીકે જાહેર કર્યા છે.

OmBirla : ઓમ બિરલાના નામે નોંધાયો રેકોર્ડ

OmBirla

આ પાંચમી વખત છે જ્યારે સ્પીકર એકથી વધુ લોકસભા કાર્યકાળ માટે આ પદ સંભાળશે. કોંગ્રેસના નેતા બલરામ જાખડ એકમાત્ર એવા પ્રમુખ અધિકારી છે જેમણે સાતમી અને આઠમી લોકસભામાં બે ટર્મ સેવા આપી છે.

OmBirla : તમે વિપક્ષના અવાજને દબાવવા નહીં દો : રાહુલ

રાહુલ ગાંધીએ ઓમ બિરલાને સ્પીકર તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું- આ ગૃહ દેશની જનતાનો અવાજ છે. સરકાર પાસે રાજકીય સત્તા છે. પરંતુ વિપક્ષ પણ જનતાનો અવાજ છે. જનતામાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે. મને વિશ્વાસ છે કે તમે અમને અમારો અવાજ ઉઠાવવાની તક આપશો. સવાલ એ છે કે જનતાના અવાજને અહીં કેટલી તક મળે છે.

OmBirla : ઓમ બિરલાને વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું- ગૃહ ભાગ્યશાળી છે કે તમે બીજી વખત આ બેઠક પર બેઠા છો. મારા વતી હું તમને અને આ સમગ્ર ગૃહને અભિનંદન આપું છું. તમારા પાંચ વર્ષના અનુભવથી તમે આવનારા પાંચ વર્ષમાં અમને બધાને માર્ગદર્શન આપશો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે નમ્ર અને સારી રીતે ચાલનાર વ્યક્તિ સફળ થાય છે.

OmBirla : ઓમ બિરલા વિશે જાણો

OmBirla

• સૌથી વધુ સક્રિય સાંસદોમાં સુમાર છે ઓમ બિરલા

 સ્પીકર તરીકે સખત નિર્ણયો લેવા માટે પણ જાણીતા  

• રાજસ્થાનના કોટાથી ત્રણ વખત સાંસદ રહેલા ઓમ બિરલા પણ રાજસ્થાનમાં ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ બીજેવાયએમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ હતા.

• સાંસદ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં, તેમણે 86 ટકા હાજરી સાથે 671 પ્રશ્નો અને 163 ચર્ચાઓમાં ભાગ લીધો હતો. 2019માં બીજી વખત સાંસદ બન્યા બાદ તેમને લોકસભાના સ્પીકર બનાવવામાં આવ્યા હતા.

• નવા સંસદ ભવનનું નિર્માણ બિરલાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું.

• ત્રણ ફોજદારી કાયદાઓ, કલમ 370 હટાવવા, નાગરિકતા સુધારો કાયદો સહિત ઘણા ઐતિહાસિક કાયદાઓ પણ પસાર કરવામાં આવ્યા હતા.

• તેમણે લોકસભાના 100 સાંસદોને સસ્પેન્ડ કરવા અને સંસદની સુરક્ષા અંગે કેટલાક કડક નિર્ણયો લીધા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો