Olympics 2028 : 128 વર્ષ પછી ક્રિકેટની વાપસી, જાણો ક્યારે રમાશે મેડલ મેચ
Olympics 2028 : ક્રિકેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઓલિમ્પિક્સ 2028 માં ક્રિકેટના પરત ફરવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. લોસ એન્જલસમાં યોજાનારી 2028 ઓલિમ્પિક્સમાં મેડલ મેચની તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.

Olympics 2028 : 128 વર્ષ પછી ઓલિમ્પિક્સમાં ક્રિકેટનું કમબેક
તમને જણાવી દઈએ કે 128 વર્ષ પછી ઓલિમ્પિક્સમાં ક્રિકેટનું કમબેક થઈ રહ્યું છે. છેલ્લે 1900 ના પેરિસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટ રમાઈ હતી. ત્યારે ફક્ત બે ટીમો, ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સે ભાગ લીધો હતો. તે ઐતિહાસિક મેચમાં ગ્રેટ બ્રિટને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારથી ક્રિકેટ ઓલિમ્પિક્સમાંથી બહાર રહ્યું. હવે લોસ એન્જલસમાં ક્રિકેટનું કમબેક થવાનું છે.
Olympics 2028 : આ દિવસે રમાશે ફાઈનલ મેચ
મળતી માહિતી અનુસાર ઓલિમ્પિક 2028 માં ક્રિકેટ મેચો લોસ એન્જલસથી લગભગ 50 કિમી દૂર પોમેના શહેરમાં સ્થિત ફેરગ્રાઉન્ડ્સ સ્ટેડિયમમાં યોજાશે. ક્રિકેટ મેચો 12 જુલાઈ 2028 ના રોજ શરૂ થશે, જ્યારે ગોલ્ડ મેડલ મેચ 20 અને 29 જુલાઈના રોજ રમાશે. ઓલિમ્પિક 2028 માં કુલ 16 દિવસનો ક્રિકેટ રોમાંચ જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ 2 ટીમો મહિલા અને પુરુષ વર્ગમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહે છે.પરંતુ આ માટે આપણે 3 વર્ષ સુધી રાહ જોવી પડશે. ભારતીય પુરુષો અને મહિલા ટીમો મેડલ જીતવા માટે મજબૂત દાવેદાર તરીકે ઓલિમ્પિકમાં ભાગ લેતી જોવા મળશે.
6-6 ટીમો લેશે ભાગ
પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં કુલ 6 ટીમો ભાગ લેશે. દરેક ટીમ 15 ખેલાડીઓની ટીમ જાહેર કરશે. આ રીતે બંને કેટેગરીમાં કુલ 180 ખેલાડીઓ આ ઐતિહાસિક ઓલિમ્પિકમાં ભાગ લેશે. સ્પર્ધાનું ફોર્મેટ એવું રાખવામાં આવ્યું છે કે મોટાભાગના દિવસોમાં બે મેચ રમાશે. પરંતુ 14 અને 21 જુલાઈએ કોઈ મેચનું આયોજન કરવામાં આવશે નહીં
IOC એ પાંચ નવી રમતોને મંજૂરી આપી
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સમિતિએ 2028 ઓલિમ્પિક માટે પાંચ નવી રમતોને મંજૂરી આપી છે. આમાં ક્રિકેટ તેમજ બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ (સિક્સ) અને સ્ક્વોશનો સમાવેશ થાય છે. ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરવા પાછળનું એક મુખ્ય કારણ ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા છે. ક્રિકેટના સમાવેશથી ઓલિમ્પિકમાં રમતોની વિવિધતા અને ઉત્સાહમાં વધુ વધારો થવાની અપેક્ષા છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: Olympics 2028 : ના ક્રિકેટ શેડ્યુલની થઈ જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં રમાશે મેડલ મેચ?Olympics2028 #CricketInOlympics #OlympicCricket #LA2028