OFFBEAT 43 | પ્રેરણાત્મકની વોલ્ટાઝ એલીયાસ ડીઝની સફળ વાતો | VR LIVE

0
190

“હાર માનો નહી તો કોશિશ બેકાર નહિ હોતી કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી”

કાર્ટુન કોને નથી ગમતું ?? બાળપણ માં તમારું મનપસંદ કાર્ટુન કયું હતું? કેમ? બાળપણથી લઈને આજ સુધીમાં એવી ઘણી બધી વસ્તુઓ અને આદતો છે જે બદલાઈ નથી એમાંની એક આદત છે કાર્ટુન જોવું… આજે પણ જોવું છું પણ અત્યારે પણ આવે છે અને આશા રાખું છું કે આગળ પણ આવશે એ છે મિકીમાઉસ. મીકિમાઉસ બનાવનાર એક અમેરિકન એનીમેટર ફિલ્મ નિર્માતા અને ઉદ્યોગસાહસિક વોલ્ટર એલ્યાસ ડીઝનીની વાત કરવાના છીએ. વોલ્ટર એલ્યાસ ડીઝની અમેરિકન એનિમેશન શરૂઆત કર.

૧૯૦૧ માં શિકાગો માં જન્મેલા ડીઝની એ ચિત્રકાર તરીકે પ્રારમ્ભિક રૂચી વિકસાવી અને ૧૮ વર્ષની ઉંમરે ચિત્રકાર તરીકે નોકરી મેળવી ૧૯૨૦ કેલિફોર્નિયા ગયા તેમના ભાઈ રોય સાથે ડીઝની બ્રધર્સ સ્ટુડીયોની સ્થાપના કરી યુબી લ્વેર્કસ સાથે તેમણે ૧૯૨૮ માં મિકીમાઉસનું પાત્ર વિકસાવ્યું જે તેમની અત્યંત લોકપ્રિય સફળતા હતી તેમને શરૂઆત ના વર્ષોમાં મિકી માઉસ નો અવાજ પણ આપ્યો હતો જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ તેમ તેમ કાર્ટૂનમાં નવી વસ્તુઓ વિકસિત થઈ અને નવા નવા એનીમેટેડ ફિલ્મોનો વિકાસ થયો. કઇંક અલગ કરવાના ચાહત માં પહેલી એવી એનીમેટેડ મુવી બની જેમાં અવાજ પણ હતો. થોડા જ સમય માં મિકી માઉસ થીયેટરમાં પ્રદર્શિત થઇ ને વોલ્ટ ડીઝની નો સફળ શો બન્યો. વોલ્ટ ડીઝની બ્ર્થર્સ હોલીવુડના ફેમસ સેલેબ્રીટી બની ગયા.

ડીઝની નો જન્મ ૫ ડીસેમ્બર ૧૯૯૧ ના રોજ શિકાગોમાં થયો હતો તે કેનેડા માં જન્મેલા એલ્યાઝ ડીઝનીના ચોથા પુત્ર હતા વોલ્ટ સિવાય એલીયાસ અને ફ્લોરાના પુત્રો હબર્ટ રેમન્ડ અને રોય હતા અને ૧૯૦૩ માં રૂથ નામનું પાંચમું બાળક હતું. ડીઝનીયે ૭ વર્ષ ની ઉંમરે પાડોશીના ઘોડાની ડ્રોઈંગ બનાવી અને ડ્રોઈંગ પડોશી ને એટલું ગમી ગયું કે પૈસા આપીને એ ખરીદી લીધી. ડીઝની નાનપણથી જ વોટર કલર્સ અને ક્રેયોન્સ સાથે ચિત્ર દોરવાની પ્રેક્ટીસ કરતા હતા અને મોટા થતા તેમની આ રૂચી ને કેળવી.

વોલ્ટ ડીઝનીને મિકી માઉસ સિવાય એવા કેટલાય કાર્ટુનસ બનાવ્યા જેના લીધે ૨૨ વખત ઓસ્કાર એવોર્ડસ મળ્યા છે. એમનો પરિવાર એકદમ સામાન્ય હતો ખાસ એવા પૈસા કે સારું કામ નહતું ૪ ભાઈ બેહનો વચ્ચે એમને એમના ચિત્ર દોરવાના શોખ ને કદી સમાધાન નથી કર્યું. એમના મન માં જે પણ આવતું તે એનું ચિત્ર બનાવતા.એમના ઘરની નજીક એક સલુન હતું ત્યાં બેસીને એ ચિત્ર દોરતા અને એ સલુન નો માલિક એ ચિત્રો ના બદલામાં ડીઝનીના વાળ કાપી આપતો…વાળ કાપવા જેવા ના હોય ત્યારે એ સલુનવાળો માલિક ડીઝનીને પૈસા આપતો ડીઝની પૈસા માટે કદી કામ નતો કરતો પણ એના ચિત્ર ની વાહ વાહ થતી તો એનાથી એને દિલ થી ખુશી મળતી અને મનોબળ વધતું.

ડીઝની ની જિંદગીની જર્ની એટલી સરળ નહતી ટ્રેન માં જઈ ને પાણી બોટલો, કોલ્દ્રીક્ન્સ, પોપકોર્ન વેચવું પડ્યું.. ભણવાનું તો એમનું ઘણું મુશ્કેલ ભર્યું હતું. વોલ્ટ ડીઝની અત્યાર સુધી ઘણા અલગ અલગ કામ કરી રહ્યા હતા. જન્મ તારીખ બદલીને રેડ ક્રોસ એમ્યુલન્સમાં ડ્રાઈવરની જોબ પર લાગ્યા. પણ આર્ટ તેમના નજીક જ હતું તે એમની એમ્યુલન્સ પર ચિત્ર દોરીને સુંદર બનાવતા હતા..જિંદગીના ઉતાર ચઢાવ માં ઘણા સંઘર્ષોનો સામનો કરી ને આજે આ નામ મળ્યું છે. જ્યારે 1924માં લિલિયન ડિઝની બ્રધર્સ સ્ટુડિયોમાં ઇન્કર તરીકે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે બંનેની મુલાકાત થઈ. તેમના લગ્ન 13 જુલાઈ, 1925ના રોજ થયા હતા. વોલ્ટ અને લિલિયનની પુત્રી ડિયાનનો જન્મ ડિસેમ્બર 18, 1933માં થયો. બીજી મિસકેરેજ પછી ૧૯૩૭ માં બીજી પુત્રી શેરોનને દતક લીધી.

ડીઝની કંપની દ્વારા ૧૯૫૫ માં ડીઝનીલેન્ડ થીમ પાર્ક ખોલવામાં આવ્યો. તેમની દેખરેખ હેઠળ ડીઝાઇન કરવામાં અને બાંધવામાં આવેલ એક માત્ર થીમ પાર્ક હતો. પ્રવાસી આકર્ષણ બનાવવાની કલ્પના કરી હતી અને ચાહકોનું મનોરંજન થાય..ડિઝનીલેન્ડનો ખ્યાલ ત્યારે શરુ થયો જયારે વોલ્ટ તેમની પુત્રી ડીયાન અને શેરોન સાથે લોસ એન્જલસમાં ગ્રીફીથ પાર્કની મુલાકાતે ગયા હતા. ત્યારે એમને વિચાર આવ્યો જ્યાં પુખ્ત વયના લોકો તેમના બાળકો સાથે જઈને આનંદ કરી શકે. ડીઝનીલેન્ડની શરૂઆત થઈ. ડીઝની ની આ સફળતા જોઇને એ શિખામણ આપે છે કે આપણે આપડા કામ ને મહત્વ આપવું જોઈએ જિંદગી ભલે ને કેટલી પણ મુશ્કેલી થી ભરેલી હોય તન  મન અને મહેનત થી તમે કામયાબી જરૂર મેળવી શકો છો.. તો ઓફબીટ માં બસ આટલું જ નમસ્કાર