OFFBEAT 40 | રામનવમી | VR LIVE

0
241

ધર્મ – રામનવમી

જય શ્રી રામ!!!

રામનવમીના પવન પર્વ નિમિતે રામનવમી ની શુભેચ્છા..પ્રભુ રામ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી જગતના તારણહારને ર્હુદય પૂર્વક પ્રાર્થના…

ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની ૯ મી તિથીએ થયો હતો.. આ દિવસ ભગવાન રામના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે..

રામ નવમી એ હિન્દુઓનો મુખ્ય તહેવાર છે. ભારતના ખૂણેખૂણે રામ નવમીનો તહેવાર ઉજવવામાં આવે છે, અયોધ્યા ભગવાન રામ નું જન્મસ્થળ છે  અને અયોધ્યા માં દુર દુર થી લોકો રામ નવમી કરવા ભક્તો ની ભીડ આવે છે..,. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું મહત્વ અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

શ્રી રામ નો જન્મ રાજા દશરથ  અને કૌશલ્યાના ઘરે થયો હતો . ભગવાન રામનો જન્મ પૃથ્વી પરના દુષ્ટ જીવનો નાશ કરવા માટે થયો હતો.એટલે કે રાવણ ના અત્યાચાર માંથી લોકો ને મુક્ત કરવા થયો હતો. ભગવાન રામનો જન્મ લાખો વર્ષ પહેલા થયો હતો કે ઈ.સ.વી. ૫૧૧૪ પહેલા થયો હતો. ભગવાન શ્રી રામચંદ્રજી ને મર્યાદા પુરુષોત્તમ ગણાય છે. અયોધ્યા માં વિશેષ રીતે રામનવમી ઉજવવામાં આવે છે. ભક્તો શ્રી રામ ના જાપ કરે છે અને ભક્તિમય બની જાય છે. શ્રી રામ ભગવાનના આશીર્વાદ મેળવે છે. હનુમાન જી રામ ભગવાનના પરમ ભક્ત હતા.

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્‍કૃતિ ઉપર દૈત્‍ય શકિતઓ હાવી થવા લાગી ત્‍યારે શ્રીરામે તેમનો નાશ કરવા માટે જન્‍મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્‍યાનો અને તીથિ હતી ચૈત્રસુદ નવમી. શ્રી રામના આ જન્‍મ દિવસને ઉત્તર થી દક્ષિ‍ણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે. આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહી પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે, જેમાં એક વ્‍યકિતએ પિતા, માતા, ગુરુ, પત્નિ, નાના ભાઈ ભાડું પ્રત્‍યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્‍યેની ફરજો નિષ્‍ઠાપૂર્વક બજાવવા સાથે એક મર્યાદા પુરુષોત્‍તમ તરીકેનું, એક પૂર્ણ પુરુષનું, જીવન વ્‍યતિત કર્યુ.

રામ નવમી વસંત ઋતુમાં આવતો હિંદુ તહેવાર છે, જે ભગવાન રામનો જન્મદિન છે. વિષ્ણુના સાતમા અવતાર તરીકે, તે હિંદુ ધર્મનો મહત્વનો તહેવાર છે. ભારતના ઘણાં રાજ્યોમાં રામનવમીની જાહેર રજા રખાય છે.

આ દિવસ ઘણી જગ્યાએ રામકથાના પઠન-પાઠન દ્વારા ઉજવાય છે. ભારતીય પરંપરા દ્વારા રામાયણ અને મહાભારતને ઇતીહાસ​ માનવામાં આવે છે. લોકો રામમંદિરોમાં પૂજન-અર્ચન, દર્શનાર્થે જાય છે. અથવા ઘરમાં પૂજા-અર્ચના પણ કરે છે. રામની બાલમૂર્તિની સેવા-પૂજા તથા પારણાનાં દર્શન પણ કરાય છે. ઘણાં લોકો આ દિવસ વ્રત-ઉપવાસ પણ કરે છે. અયોધ્યામાં લોકો સરયુ નદીમાં સ્નાન કરી રામમંદિરમાં દર્શનાર્થે જાય છે.