OFFBEAT 35 | સૂર્યગ્રહણ ૨૦૨૩| VR LIVE

0
219

દુનિયામાં ઘણી એવી રહસ્યમય ઘટના બનતી હોય છે આજે એવી જ એક ખગોળીય ઘટના ની વાત કરીશું…

સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટીએ પણ સૂર્યગ્રહણ ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ૨૦૨૩ નું વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ૨૦ એપ્રિલ ના રોજ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પ્રથમ ગ્રહણ મેષ અને અશ્વિની નક્ષત્રમાં થશે. પંચાંગ અનુશારસૂર્યગ્રહણનો સમય સવારે ૭.૪ થી ૧૨.૨૯ સુધીનો છે. તો આવો જાણીએ ભારતમાં અને દુનિયામાં ક્યારે, ક્યાં અને કયા સમયે સૂર્યગ્રહણ દેખાશે.

સૂર્યગ્રહણ ની શરૂઆત ૨૦ એપ્રિલ સવારે ૭.૪ થી સમાપ્ત ૧૨.૨૯ એ થશે. ગ્રહણનો ખગ્રાસ ૮.૭ મીનીટે કુલ સમય ગાળો ૫ કલાક ૨૪ મિનીટનો હશે. આ ગ્રહણ ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા  અને દ્ક્ષિણ પેસિફિક મહાસાગરમાં જોવા મળશે… ભારતમાં દેખાવાની શક્યતા ઓછી છે જેથી તેને સુતક કાલ માનવામાં આવશે નહી…

સૂર્યગ્રહણની અસર શું પડશે બધી રાશી પર??

ગ્રહણ સમયે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ માં હશે જ્યાં તેની સાથે બુધ અને રાહુ પણ હાજર રહેશે. આ સાથે જ ગ્રહણ ના બે દિવસ પછી જ ગુરુ ની રાશી બદલાશે, આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ ની રાશીઓ પર અસર વિષે વાત કરીએ તો ગ્રહણ ના સમયે સૂર્ય મેષ અને અશ્વિની નક્ષત્રમાં થઇ રહયો છે તેથી તેની સૌથી વધુ અસર મેષ રાશીના લોકો પર પડશે. મેષ રાશી ના જાતકોને ગ્રહણ સમયે સાવધાન રહવાની સલાહ આપવામાં આવે છે.. આ સાથે સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો માટે ઉતાર-ચઢાવ લાવી રહયું છે. જયારે વૃષભ, મિથુન, ધનુ અને મીન રાશિના જાતકો પર શુભ અસર પડશે.

તો આવો જાણીએ સૂર્યગ્રહણ શું છે?

સૂર્યગ્રહણ ત્યારે થાય છે જયારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને સૂર્યના પ્રકાશ ને પૃથ્વી સુધી પહોચતા થોડા સમય માટે અવરોધે છે. જેના કારણે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને સૂર્યનો કેટલોક ભાગ દેખાતો નથી…સૂર્ય ગ્રહણ ના ત્રણ પ્રકાર છે આંશિક, વલયાકાર અને સંપૂર્ણ સૂર્યગ્રહણ.

તો આવો જાણીએ સૂર્યગ્રહણ જોવાની સલામત રીત કઈ છે ?

સૂર્ય ગ્રહણ ખુલ્લી આંખે ન જોવું , એલ્યુમીનાઈઝડ માઈલર, બ્લેક પોલીમર, શેડ નંબર ૧૪ ના વેલ્ડીંગ ગ્લાસ જેવા યોગ્ય ફિલ્ટરસ નો ઉપયોગ કરીને અથવા ટેલીસ્કોપ દ્વારા સફેદ બોર્ડ પર સૂર્યની છબી જોઈને સુરક્ષિત રીતે જોઈ શકાય..