OFFBEAT 276 | પ્રેરણાત્મક : IPS મનોજ કુમાર શર્મા MANOJ KUMAR SHARMA

0
156
OFFBEAT 276 | પ્રેરણાત્મક : IPS મનોજ કુમાર શર્મા MANOJ KUMAR SHARMA
OFFBEAT 276 | પ્રેરણાત્મક : IPS મનોજ કુમાર શર્મા MANOJ KUMAR SHARMA

MANOJ KUMAR SHARMA મિત્રો કેટલીક વાર્તાઓ યાદગાર બની જાય છે. આ પ્રેમ, હિંમત, એકતા અને વિશ્વાસની વાર્તા છે. શાળાના દિવસોથી જ નાપાસ થઈ રહેલા આ છોકરાએ ક્યારેય હાર ન માની. તેણે જીવનમાં આગળ વધવા અને પોતાનો પ્રેમને હાંસલ કરવા માટે ગમે તે કર્યું. અમે વાત કરી રહ્યા છીએ IPS મનોજ કુમાર શર્માની કે જે આજકાલ હેડલાઇન્સમાં છે. તેમના પર બનેલી ફિલ્મ ‘12th Fail’ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. આમાં તેની વાસ્તવિક જીવનની વાર્તા છે.

IPS

IPS મનોજ કુમાર શર્મા MANOJ KUMAR SHARMA અને તેમના પત્ની શ્રદ્ધા જોશીની પ્રેમ અને સફળતાની કહાની અહીં વર્ણવવામાં આવી છે.IPS મનોજ કુમાર શર્માએ જીવનની સામાન્ય જરૂરિયાતો માટે પણ ઘણો સંઘર્ષ કર્યો છે. તેમનો જન્મ 1977માં મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં સ્થિત એક નાનકડા ગામ બિલગાંવમાં થયો હતો. તેના પિતા કૃષિ વિભાગમાં નોકરી કરતા હતા. MANOJ KUMAR SHARMA મનોજકુમાર શર્માના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી.

તેમને અભ્યાસમાં રસ ન હતો અને તેઓ પોલીસ અધિકારીની પ્રતિભા જોઈને પ્રભાવિત થયા હતા અને તેનાથી સફળતાની સીડી ચઢવામાં તેમના દિમાગમાં મહત્વની છાપ છોડી હતી. MANOJ KUMAR SHARMA મનોજ કુમાર શર્મા 9મા અને 10મા થર્ડ ડિવિઝન સાથે પાસ થયા હતા. તે કોઈક રીતે ધોરણ 11 પાસ કરવામાં પણ સક્ષમ થયા હતા. પછી 12માં ધોરણમાં તેને શિક્ષણ અને કરિયરનું મૂલ્ય સમજાયું. પરંતુ 12માની બોર્ડની પરીક્ષામાં પણ મનોજ હિન્દી સિવાય અન્ય તમામ વિષયોમાં નાપાસ થયા હતા.


વિધુ વિનોદ ચોપરાએ તેમના જીવન અને સંઘર્ષ પર ફિલ્મ ’12મી ફેલ’ બનાવી છે. આ મુજબ મનોજ જ્યારે 12મામાં હતા ત્યારે એક અધિકારી સ્કૂલોમાં થતી છેતરપિંડી સામે કડક બન્યા હતા. IPS મનોજ કુમાર શર્માને ત્યારે સમજાયું કે શિક્ષકો અને આચાર્યથી ઉપર કોઈ છે. પછી તેમણે નક્કી કર્યું કે તેઓ મધ્યપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરીને અધિકારી બનશે. હું 12મું પાસ કરીને ગ્વાલિયર આવ્યો ત્યારે મને ખબર પડી કે IPS કેટલા ઊંચા હોદ્દા પર બેઠા હોય છે. મનોજ કુમારને ખ્યાલ આવ્યો કે આ માટે તેમને UPSC પરીક્ષા પાસ કરવી પડશે. તેઓ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરવા માટે દિલ્હી આવ્યા હતા.

IPS MANOJ KUMAR SHARMA સંઘર્ષ કર્યો છે તેને તથા તેમની પ્રેમ કહાનીનું વર્ણન કરવામાં આવ્યું

ફિલ્મમાં તેમણે જે સંઘર્ષ કર્યો છે તેને તથા તેમની પ્રેમ કહાનીનું વર્ણન કરવામાં આવ્યું છે. મનોજ કુમાર શર્મા માટે દિલ્હીમાં સંઘર્ષ કરવો સરળ નહતો. ફી ચૂકવવા અને ટકી રહેવા માટે, તેણે મજૂરી કરવી પડી અને ફૂટપાથ પર સૂઈ સૂવું પડ્યું હતું, તેમણે લાયબ્રેરીમાં કામ કર્યું અને શ્રીમંતોના કૂતરા પણ ફરાવ્યા. UPSC કોચિંગ કરતી વખતે તેમની મુલાકા ઉત્તરાખંડની રહેવાસી શ્રદ્ધા જોશી સાથે થઈ હતી અને તેઓ શ્રદ્ધાના પ્રેમમાં પડી ગયા હતા.

IPS 2

મનોજ શર્માએ તેમના 3 પ્રયાસોમાં નિષ્ફળ થયા હતા, MANOJ KUMAR SHARMA જ્યારે શ્રદ્ધાએ પીસીએસની પરીક્ષા પાસ કરી હતી અને ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. શ્રદ્ધા જોશીના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ હતા. શ્રદ્ધા પણ સમજી ગઈ હતી કે મનોજને આગળ લઈ જવા માટે તેણે એક મોટી ચેલેન્જ આપવી પડશે. પછી મનોજે શ્રદ્ધાને કહ્યું કે જો તે પ્રેમનો સ્વિકાર કરે તો તે દુનિયા બદલી નાખશે.. અને એવું જ થયું.

શ્રદ્ધાએ મનોજને પણ હું તને પ્રેમ કરું છું તેમ કહ્યું અને મનોજે તેના ચોથા પ્રયાસમાં 121મા રેન્ક સાથે UPSC પરીક્ષા પાસ કરી. 2007માં શ્રદ્ધા જોશી પણ UPSC પરીક્ષા પાસ કરીને IRS ઓફિસર બન્યા હતા.

બારમાં ધોરણમાં નાપાસ થઈને આઈપીએસ બને તે આશ્ચર્યજનક વાત છે. પરંતુ આ હકીકત છે જેને સાબિત કરી બતાવ્યું છે મુરેનાનાં એક સામાન્ય પરિવારના યુવકે જેનું નામ મનોજ શર્મા છે. મનોજ શર્મા અત્યાકે મુંબઈમાં એડિશનલ પોલીસ કમિશનર છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ બુધવારે મનોજ શર્મા પર લખેલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. અંગ્રેજીમાં લખવામાં આવેલી આ પુસ્તકનું નામ “12th fail” છે અને અનુરાગ પાઠકે આ પુસ્તક લખ્યું છે.

IPS 1

અનુરાગ પાઠક 15 વર્ષો સુધી મનોજ શર્માના રૂમ પાર્ટનર હતાં. પુસ્તકમાં શર્માના વ્યક્તિતત્વની ખૂબી-ખામી અને નબળાઈ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અભ્યાસમાં ઝીરો હોવા છતાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરીને પોતાના લ્ક્ષ્યાંક સુધી પહોંચવાની જીદ. મનોજ શર્માએ નિષ્ફળતાઓને પાછળ મૂકીને સંઘર્ષ કરતા રહ્યાં અને સતત આગળ વધવાની જીદ હતી જે 12મા ધોરણમાં નાપાસ થવા હોવા છતાં આઈપીએસ બની ગયા.


લેખક અનુરાગ પાઠતના જણાવ્યા પ્રમાણે, શર્મા તેમની પુસ્તકનો હીરો છે અને તેમના પર લખવામાં આવેલી પુસ્તકનો ઉદ્દેશ્ય અભ્યાસ અને પરીક્ષાથી ડરતા વિદ્યાર્થીઓને હિંમત આપવાનો અને એક નવી આશા બતાવવાનો છે. ખાસ કરીને નિષ્ફળતાને પચાવીને કેવી રીતે તેને સફળતામાં બદલી શકાય છે તે મનોજ શર્મા પાસે શીખવાની જરૂર છે.

IPS 3

12મા ધોરણમાં નિષ્ફળતા જ મનોજ શર્મા માટે સફળતા બની. બન્યું એવું કે તે વર્ષે મુરેનામાં એવા (સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ)SDM આવ્યા હતા, જેમણે નકલ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો, નહીં તો મનોજ શર્મા પણ બીજા વિદ્યાર્થીઓની જેમ પાસ થઈ જતા. આવા સંજોગોમાં દરેક વિદ્યાર્થીઓને ડીએમનને નાપસંદ કરતાં હતા પરંતુ મનોજ શર્માએ તેમના જેવું જ બનવાનું નક્કી કરી લીધું અને ત્યારબાદ તેમનો સંઘર્ષ શરૂ થયો અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આગળ વધતા રહ્યા. પરંતુ આ તમામ બાબતો એટલી સરળ નહોતી. કેમ કે, તેમની આર્થિક સ્થિતિ નબળી હતી.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.