OFFBEAT 260 | ઘરેલું નુસ્ખા – વુલન કપડાંથી ખંજવાળની સમસ્યાના ઘરેલું નુસ્ખા | VR LIVE

    0
    87

    શિયાળામાં ઉપયોગમાં લેવાતા વુલન કપડાથી થતી એલર્જી અને તેના ઉપાયો વિષે ત્યારે શિયાળામાં ઘણા લોકો વારંવાર ફરિયાદ કરે છે કે ઊનનાં કપડાથી તેમની ત્વચા પર ચકામા, ફોલ્લીઓ અને ખંજવાળ આવવા લાગે છે. વાસ્તવમાં કેટલાક લોકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી ક્યારેક વધુ પડતી શુષ્કતાને કારણે તેમને ઊનથી એલર્જી થઈ શકે છે. શિયાળામાં ઠંડીથી બચવા માટે સ્વેટર અને શાલ જરૂરી છે, પરંતુ કેટલાક લોકોને ઊની કપડાં પહેરવાથી ત્વચાની એલર્જી થવા લાગે છે. ઉનના કપડાંમાં નેપ્થાલિન બૉલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ કારણે આ બોલ્સ કપડાંને સુરક્ષિત રાખવા માટે હવામાં ધીમે ધીમે કેમિકલ છોડે છે અને જ્યારે તે ત્વચાના સંપર્કમાં આવે છે ત્યારે તે જ રસાયણો ત્વચાની સમસ્યાઓનું કારણ સાબિત થાય છે. જેથી ઘણીવાર તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગરમ કપડાં પહેરવાથી તેમની ત્વચા પર લાલ ફોલ્લીઓ અથવા બારીક ચકામા પડી જાય છે. જેના કારણે ત્વચા પર બળતરા, ખંજવાળ આવવા લાગે છે. જો વૂલન કપડાં પહેરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ સમસ્યાથી બચી શકાય છે.આ સમસ્યાથી બચવા માટે કેટલાક ઘરેલું નુસ્ખા છે જે તમે અપનાવી શકો છો

    વુલન કપડાંથી ખંજવાળની સમસ્યાના
    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો