આ આયુર્વેદિક જડીબુટ્ટીઓવાળા ટોનિકમાં ગજબના સ્વાસ્થ્ય લાભ છુપાયેલા છે. એવું માનવામાં આવે છે કે ચ્યવનપ્રાશની શોધ ચ્યવન નામના એક ઋષિએ કરી હતી. તેમણે જ પ્રથમવાર પોતાના યૌવન અને આયુષ્યને વધારવા માટે આ અસરકારી ટોનિકની શોધ કરી હતી. ચ્યવનપ્રાશનું સેવન નિયમિત કરવાથી ઈનફર્ટિલિટી, એજિંગ અને ઈન્ફેક્શન સામે રક્ષણ પ્રદાન કરે છે. આ સિવાય તે હાર્ટની બીમારી, શરદી, ખાંસી, છાતીમાં દુઃખાવા વગેરેથી પણ બચાવીને રાખે છે. ચ્યવનપ્રાશમાં એન્ટીએજિંગ તત્વ હોય છે જે સંપૂર્ણપણ હર્બલ હોય છે. તેમાં મુખ્ય સામગ્રીમાં આમળા હોય છે જેને એક શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ માનવામાં આવે છે.