ઓડિસા ટ્રેન દુર્ધટના મામલે સીબીઆઇની મોટી કાર્યવાહી, પાંચની અટકાયત, સ્ટેશન સીલ

0
85
ઓડિસા ટ્રેન દુર્ધટના
ઓડિસા ટ્રેન દુર્ધટના

ઓડિસા ટ્રેન દુર્ઘટના મામલે સીબીઆઇને મહત્વના પુરાવા મળ્યા છે, ઓડિસા ટ્રેન દુર્ધટના મામલે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો એ  ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનગામાં 2 જૂને 288 લોકોના જીવ લેનારા ભયાનક ટ્રેન અકસ્માતના સંબંધમાં પાંચ લોકોની અટકાયત કરી હતી. આ પાંચ લોકોમાં એક અધિકારીનો પણ સમાવેશ થાય છે. ઓડિસા ટ્રેન દુર્ધટના મામલે સીબીઆઈએ કથિત રીતે બહાનગા આસિસ્ટંટ સ્ટેશન માસ્ટરની અટકાયત કરી છે.અને સ્ટેશનના વિવાદિત સ્થળને સીલ કરી હોવાની માહિતી મળી હતી,

સીબીઆઈએ શરુ કરી છે તપાસ                                 

અહેવાલો મુજબ, અકસ્માતની તપાસ દરમિયાન સીબીઆઈએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને રવિવારે મોડી સાંજે પાંચ લોકોને કસ્ટડીમાં લીધા હતા. નોંધનીય છે કે 2 જૂને થયેલી ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ સીબીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે. સીબીઆઈની 10 સભ્યોની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે જ્યારે આ મામલાને લગતા કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. 

ઓડિસા ટ્રેન દુર્ધટના

સ્ટેશન પર ટ્રેન રોકવા માટે સીબીઆઇની પરવાનગી જરુરી

લગભગ નવ અધિકારીઓ કે જેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઈન્ચાર્જ હતા તેઓ હવે સીબીઆઈના સ્કેનર હેઠળ છે. સહાયક સ્ટેશન માસ્ટર અને ગેટ મેનની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બહાનગા બજાર પોલીસ સ્ટેશનને સીલ કરી દેવામાં આવ્યું છે જ્યારે વૈજ્ઞાનિક ટીમે અનેક નમૂનાઓ જપ્ત કર્યા છે. રિલે રૂમને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. જ્યાં સુધી સીબીઆઈ તેની પરવાનગી ન આપે ત્યાં સુધી કોઈ પણ ટ્રેનને આ સ્ટેશન પર રોકવાની મંજૂરી અપાશે નહીં.

સીબીઆઇને પુરાવા મળ્યા હોવાના સમાચાર

આ તપાસના સંદર્ભમાં, દક્ષિણ-પૂર્વ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી એ શનિવારે કહ્યું હતું કે આગળના આદેશો સુધી બહાનગા બજાર રેલવે સ્ટેશન પર કોઈ ટ્રેન રોકાશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે, દુર્ઘટના બાદથી સીબીઆઈની ટીમ બાલાસોરમાં કેમ્પ કરી રહી છે. સીબીઆઈની ટીમને આ અકસ્માતની કડી મળી ગઈ છે. સીબીઆઈની ટીમ સતત બહાનગા બજાર રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈ રહી છે. તપાસ દરમિયાન સીબીઆઈએ સ્ટેશનમાં હાજર વિવિધ કમ્પ્યુટર્સની હાર્ડ ડિસ્ક પણ જપ્ત કરી છે. આ સિવાય ઘણા મહત્વપૂર્ણ  તથ્યો પણ એકત્રિત કરવામાં આવ્યા છે

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ