NRI NEWS : વિદેશથી કમાઈને દેશમાં પૈસા મોકલનાર દેશોમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે…દુર દુર સુધી કોઈ ભારતની નજીક પણ નથી  

0
115
NRI NEWS

NRI NEWS : વિશ્વના મોટાભાગના દેશોમાં ભારતીયો વસે છે. અને ભારતીયો વિદેશોમાંથી મોટા પાયે રૂપિયો ભારતમાં કમાઈને મોકલે છે, ત્યારે ભારતીયો માટે ગર્વની વાત થાય તેવા સમાચાર સામે આવ્યા છે, વિદેશમાંથી ભારતમાં કમાઈને મોકલવામાં ભારત વિશ્વમાં પહેલા નંબરે આવ્યું છે, વિશ્વબેંકના રીપોર્ટમાં સામે આવ્યું છે કે ભારતીયો ચીન-પાકિસ્તાન- ફિલીપાઈન્સ જેવા દેશોને પછાડી વિશ્વમાં અવ્વલ આવ્યા છે     

NRI NEWS

NRI NEWS :  વિદેશોથી સ્વદેશ મોકલવામાં આવેલી રકમ (રેમિટન્સ)ના મામલે ભારતે મજબૂત હાજરી નોંધાવી છે. વિદેશમાં રહેતા ભારતીયોએ ગયા વર્ષે એટલે કે 2023માં 120 બિલિયન ડોલર વતન મોકલ્યા. આ મેક્સિકોને સમાન સમયગાળામાં મળેલા $66 બિલિયનની સરખામણીમાં લગભગ બમણો આંકડો છે.

વર્લ્ડ બેન્ક દ્વારા જારી રિપોર્ટ અનુસાર, વિદેશમાંથી રેમિટન્સ મેળવનાર દેશોમાં ચીન ($50 અબજ), ફિલિપાઇન્સ ($39 અબજ) અને પાકિસ્તાન ($27 અબજ) રેમિટન્સ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ દેશોમાં છે. જયારે આ લીસ્ટમાં ભારત 120 બિલિયન ડોલર સાથે પ્રથમ ક્રમાંકે છે,   

NRI NEWS

NRI NEWS :  ભારતના કિસ્સામાં, 2023માં રેમિટન્સમાં 7.5 ટકાનો વધારો થયો છે. તે 120 અબજ ડોલર થઈ ગયું છે. અમેરિકામાં ઘટી રહેલા ફુગાવા અને મજબૂત શ્રમ બજારોના ફાયદાના કારણે રેમિટન્સમાં વધારો થયો છે. ભારતમાંથી કુશળ ઇમિગ્રન્ટ્સ માટે અમેરિકા સૌથી મોટું સ્થળ છે. આ ઉપરાંત ગલ્ફ દેશો (GCC)માં કુશળ અને અર્ધ-કુશળ કામદારોની માંગની પણ રેમિટન્સ પર સકારાત્મક અસર પડી હતી.

NRI NEWS :  FDI કરતા પણ વધુ રૂપિયા ભારતીયો મોકલે છે

NRI NEWS

મહત્ત્વની વાત એ છે કે ભારતમાં જે એફડીઆઈ અને પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ આવે છે તેના કરતા પણ ભારતીયો વધારે ડોલર પોતાના ઘરે મોકલે છે. ગયા વર્ષમાં એફડીઆઈ અને પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ દ્વારા ભારતને 54 અબજ ડોલર મળ્યા હતા. પરંતુ તેનાથી ડબલ રકમ વિદેશમાં કામ કરતા ભારતીયોએ પોતાના ઘરે રેમિટન્સથી મોકલ્યા છે.

NRI NEWS :  પાકિસ્તાનની શું છે સ્થિતિ ?

NRI NEWS

પાકિસ્તાનના કિસ્સામાં પણ વિદેશમાં માંગ સારી હતી પરંતુ કોરોના મહામારી બાદ ત્યાંની આર્થિક સ્થિતિ કથળતાં રેમિટન્સ ઘટ્યું છે. ચુકવણીમાં સંતુલન અને આર્થિક મુશ્કેલીઓના કારણે નબળી આર્થિક સ્થિતિને કારણે તે 2023માં 12 ટકા ઘટીને 27 અબજ ડોલર થઈ હતી. જ્યારે 2022માં તેને 30 અબજ ડોલર મળ્યા હતા. વર્લ્ડ બેન્કના જણાવ્યા અનુસાર, ભારતમાં સ્થળાંતર કરનારાઓ દ્વારા મોકલવામાં આવેલા રેમિટન્સના સ્ત્રોતની દ્રષ્ટિએ યુનાઇટેડ આરબ અમીરાત યુએસ પછી બીજા ક્રમે છે. કુલ રેમિટન્સના 18 ટકા પ્રાપ્ત કર્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો