દિલ્હીમાં PUC સર્ટીફીકેટ વિના ચાલતા વાહનો પર હવે બાજ નજર , જાણો પ્લાન

1
57
દિલ્હીમાં PUC સર્ટીફીકેટ વિના ચાલતા વાહનો પર હવે બાજ નજર , જાણો પ્લાન
દિલ્હીમાં PUC સર્ટીફીકેટ વિના ચાલતા વાહનો પર હવે બાજ નજર , જાણો પ્લાન

દિલ્હી પરિવહન વિભાગે માન્ય PUC પ્રમાણપત્ર વિના શહેરોમાં ચાલતા વાહનોને શોધી કાઢવા વિશેષ કેમેરા શહેરના અલગ અલગ જગ્યાએ લગાવ્યા છે. એક તરફ શિયાળાની શરૂઆત થતા જ દેશની રાજધાની દિલ્હીના હવા પ્રદુષણમાં ફરી એક વાર વધારો જોવા મળી રયો છે અને રાજ્ય સરકાર વિશેષ આયોજન પણ કરી રહી છે ત્યારે હવે દિલ્હીમાં PUC વિના ચાલતા વાહનો ચલાવતા ચાલકો પર કાર્યવાહી વધુ કડક બનાવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે દિલ્હી પરિવહન વિભાગ દ્વારા ચાર લગ અલગ સ્થળોએ વાહનોને જપ્ત કરવી કાર્યવાહી કરવામાં આવશે . કાર્યવાહીમાં PUC વિના ચાલતા વાહનોને ટ્રેસ કરવામાં આવશે અને ત્યાર બાદ નોટીસ ફટકારવામાં આવશે. કાર્યવાહી દરમિયાન ખાસ નંબર પ્લેટ રીડર કેમેરા લગાવવામાં આવ્યા છે તેના દ્વારા વાહનોની ઓળખ કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે . મળતી માહિતી પ્રમાણે આ ખાસ નંબર પ્લેટ રીડીંગ કેમેરા પાઈલટ પ્રોજેક્ટના ભાગ રૂપે રાજધાનીમાં વ્યુહાત્મક સ્થળોએ કેમેરા દ્વારા અલગ તારવવામાં આવશે . દિલ્હી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા PUCC વેરીફીકેશન સિસ્ટમની સ્થાપના કરવામાં આવી છે. અને વિશેષ કેમેરા મોડલ ટાઉન,શાસ્ત્રી નગર, મોલ રોડ , શાહદરા ફ્યુઅલ સ્ટેશન પર લગાવવામાં આવ્યા છે.

Capture 55

આ કેમેરનામ્બર પ્લેટ વાંચી શકે છે અને વાહનને સ્કેન કરીને શોધી શકે છે અને વાહન માલિકના સરનામાં પર નોટીસ મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે. વાહનની વિગતોને તેમના ડેટાબેઝ સાથે મેચ કરે છે અને અને સ્કેનીંગ દરમિયાન ચાલતું ચાલતું વાહન PUC વિના ચાલી રહ્યું છે તો આ પ્રકરના વાહનોને ચિન્હિત કરીને વાહન માલિકના સરનામાં પર નોટીસ મોકલવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાર જેટલા પ્રદુષણ તપાસ કેન્દ્ર પર છેલ્લા બે મહિનાથી તપાસ દરમિયાન મોટા ભાગના સ્થળો પરથી 60 ટકા જેટલા વાહનો શોધી કાઢવામાં આવ્યા છે. જે PUC પ્રમાણપત્ર વિના ચાલી રહ્યા છે અને પ્રદુષણ કરવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે.

આ કામ સાથે સંકળાયેલા અધિકારીના જણાવ્યા અનુસાર નંબર પ્લેટ પરથી જે ડેટા મળે છે તે પ્રમાણે નોટીસ મોકલવામાં આવી રહી છે પરંતુ તમામને નોટીસ મોકલવી શક્ય નથી એટલે જે વાહનોના નંબર પ્લેટ ડેટા સાથે સંપર્ક નંબર અપડેટ છે તેવા વાહન માલિકોને SMS દ્વારા જાણ કરવામાં આવી રહી છે. અને તાત્કાલિક PUC સર્ટીફીકેટ મેળવવાની સુચના આપવામાં આવી રહી છે. દિલ્હી પરિવહનના અધિકારીએ જણાવ્યું કે વાયુ પ્રદુષણની સીઝન શરુ થઇ ગઈ છે અને શિયાળામાં હવામાં પ્રદુષણની માત્ર વધારે જોવા મળે છે ત્યારે જે તપાસ હાથ ધરવામાં આવી છે તેના અમલીકરણ માટે અલગ અલગ ટીમ કાર્યરત કરવામાં આવી છે.

1 COMMENT

Comments are closed.