બોર્નવિટા બનાવતી કંપનીને નોટિસ

0
177

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ એ બોર્નવિટાને નોટિસ ફટકારી છે. બોર્નવિટાને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વધતો જઈ રહ્યો છે. હવે કમિશને બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ ઈન્ડિયાને કહ્યું છે કે તે તેની તમામ પ્રોડક્ટની તમામ જાહેરાતો, પેકેજિંગ અને લેબલોની લઈને વાતચીત કરે કંપની પર આરોપ છે તે તેના ઉત્પાદનમાં વધુ માત્રામાં ખાંડ ભેળવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર કરી શકે છે.કંપની પર આરોપ લગાવી વધુમાં જણાવવામાં આવ્યું છે કે, એફએસએસએઆઈ અને ગ્રાહક સુરક્ષા કાયદાની માર્ગદર્શિકા અને નિયમો હેઠળ લેબલિંગમાં જે બાબતો ફરજિયાત રીતે જણાવવી જોઈએ, તે જણાવવામાં પણ કંપની નિષ્ફળ રહી છે. આયોગે બોર્નવિટાના બોક્સ પર ઉત્પાદનમાં વપરાતી માત્રા જણાવવા આવે છે, તેને લઈને પણ આયોગે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, કંપની નિયમોનું પાલન નથી કરતી.અચૂક જૂઓ વીઆર લાઈવ પર સાથે યુ -ટ્યુબ પર