Nora Fatehi DeepFake Video Viral : રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ અને કાજોલ સહિતની ઘણી અભિનેત્રીઓ બાદ હવે નોરા ફતેહીનો એક ડીપ ફેક વીડિયો સામે આવ્યો છે. અભિનેત્રીએ પોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં નોરા જેવી દેખાતી મહિલા ‘એન્ડ ઓફ સીઝન સેલ’નો પ્રચાર કરતી જોવા મળે છે.
Nora Fatehi DeepFake Video Viral: ગત વર્ષે નવેમ્બરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ અભિનેત્રી આલિયા ભટ્ટ, કાજોલ, કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સહિત પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ઘણી સેલિબ્રિટીએ ડીપફેક વીડિયોનો શિકાર થયાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન તાજેતરનો મામલો અભિનેત્રી નોરા ફતેહીનો છે. નોરા ફતેહીનો પણ એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ જાતે જ આ વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેની ફરિયાદ કરી લોકોને ઘટનાથી વાકેફ કરાવ્યાં હતા.
Nora Fatehi DeepFake Video Viral : અભિનેત્રીએ સ્ક્રીનશોટ શેર કર્યો
અભિનેત્રી નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડીપફેક વીડિયો શેર કરીને તેના ચાહકોને આ વીડિયો વિશે જાણ કરી હતી. અભિનેત્રીએ કહ્યું કે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે ખરેખર ડીપફેક છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નોરા એક કંપનીની જાહેરાત કરતી જોવા મળી રહી છે. તે જાહેરાતનો સ્ક્રીનશોટ લીધા પછી અભિનેત્રીએ તેને શેર કર્યો અને તેના પર ડીપફેક પણ લખ્યું હતું.
Nora Fatehi DeepFake Video Viral : અસલ અને ડીપફેક વચ્ચેનો તફાવત જાણવો મુશ્કેલ
પોસ્ટ શેર કરતાં નોરા ફતેહીએ લખ્યું કે શૉક્ડ! આ હું નથી. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલા સ્ક્રીનશૉટમાં અસલી અને નકલી નોરા વચ્ચે ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ ડીપફેક વિડિયોમાં અભિનેત્રીના ચહેરાથી લઈને તેના શરીર અને અવાજ સુધી બધું એક સરખું જ દેખાય છે. વીડિયો જોયા પછી કોઈને પણ નવાઈ લાગશે.
તમે આ પણ વાંચી શકો છો
ઈરાને હવે અમેરિકી સૈનિકો પર કર્યો મિસાઈલ વડે હુમલો, ઘણા અમેરિકી જવાનો ઘાયલ