NitishKumar : કંઇક તો રંધાઈ રહ્યું છે !!  નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એક જ ફ્લાઈટમાં દિલ્હી પહોંચ્યા

0
126
NitishKumar
NitishKumar

NitishKumar : આજે દિલ્હીમાં NDA અને INDIA બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે સીએમ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ દિલ્હી પહોંચી ગયા છે.  આ બધાની વચ્ચે મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે  બંને નેતાઓ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા હતા. ફ્લાઇટમાં બેઠેલા બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

NitishKumar

NitishKumar : લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. એનડીએ ગઠબંધનને 292 બેઠકો મળી છે. જ્યારે, I.N.D.I. ગઠબંધનને 243 બેઠકો મળી છે. ભાજપ એકલા હાથે સંપૂર્ણ બહુમતીના આંકડાને સ્પર્શવામાં સફળ રહી નથી. જો કે ટીડીપી અને જેડીયુ જેવી પાર્ટીઓના કારણે મોદી સરકાર ત્રીજી વખત સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.

NitishKumar : આજે દિલ્હીમાં NDA અને INDIA બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે સીએમ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ દિલ્હી પહોંચી ગયા છે, થોડા સમયમાં NDA અને INDIA ગઠબંધનની બેઠક મળવા જઈ રહ્યા છે.  ઉલ્લેખનીય છે કે બંને નેતાઓ એક જ ફ્લાઈટમાં દિલ્હી જવા રવાના થયા હતા. ફ્લાઇટમાં બેઠેલા બંનેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બંનેનું એક સાથે ફ્લાઈટમાં જવું કૈક મોટું રંધાઈ રહ્યાની સુગંધ પણ આપી રહી છે, 

NitishKumar :  ત્રીજી વખત મોદી સરકાર બની શકે છે

NitishKumar

NitishKumar :  લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હવે સરકાર બનાવવાનો વારો છે. એનડીએ પાસે 293 સીટો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે. એનડીએની બેઠકમાં સરકાર રચવા અંગે ચર્ચા થશે. જ્યારે, I.N.D.I. ગઠબંધનની બેઠકમાં વિપક્ષી નેતાઓ આગળની રણનીતિ બનાવશે. તમને જણાવી દઈએ કે જેડીયુએ ચૂંટણીમાં 12 સીટો જીતી છે. આ સાથે જ આરજેડીએ 4 સીટો જીતવામાં સફળતા મેળવી છે.

NitishKumar :  શું કહે છે સરકાર રચવાનું ગણિત ?

NitishKumar

NitishKumar :  દેશની લોકસભા બેઠકો 543 છે, સરકાર રચવા માટે કોઈ પણ પક્ષને 272 નો જાદુઈ આંકડો જોઈએ, જો ગઠબંધનને છોડી દઈએ તો કોઈ પણ પક્ષ પૂર્ણ બહુમતીના જાદુઈ આંકડાને સ્પર્શી શક્યો નથી, ભાજપ પાસે 240 બેઠકો જ છે, જયારે NDA ગઠબંધનનો આંકડો 292 પર પહોંચી જાય છે, આમ જોઈએ તો NDA ગઠબંધન સાથે નરેન્દ્ર મોદી ફરીવાર ત્રીજીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, પરંતુ અહીં એક રસપ્રદ વાત છે કે આ ગઠબંધનમાં થોડા સમય પહેલા જ જોડાયેલા નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ કિંગમેકર સાબિત થઇ રહ્યા છે, આ બંને નેતાઓની પાર્ટીની સીટોની વાત કરવામાં આવે તો નીતીશ કુમારની જેડીયુ 12 બેઠકો જીતી છે. જયારે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDP 16 બેઠકો જીતી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો